- રીક્ષા સહિત મોબાઈલ અને સોનાની બુટી કબજે કરતી પોલીસ.
- સીસીટીવી ફુટેજના નિરીક્ષણ પરથી આરોપીઓનો પત્તો લાગ્યો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । રાવપુરા વિસ્તારમાં રીક્ષા લઈને ફરતાં અને પાર્ક કરાયેલા કારનો કાચ તોડી ચોરી કરતાં બે શખ્સોને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.
આજવા રોડ પર અહેમદ પાર્કમાં રહેતો ફઈમ મહંમદમુનાફ આરેફીનવાલા અને વાડી વિસ્તારના સ્વામીનારાયણ મંદિર સામેના ખાંચામાં નાલબંધવાડાનો રહેવાસી ફીરોજ રફીકભાઈ ખલીફા રીક્ષા લઈને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં કારના કાચ તોડીને ચોરી કરતાં હતાં. કારના કાચ તોડીને થયેલી ચોરીના બનાવો અંગે રાવપુરા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. પી.કે.પ્રજાપતિના માર્ગદર્શનમાં સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવતાં તસ્કરો રીક્ષામાં આવતાં હોવાનું સામે આવ્યું હતું. દરમિયાનમાં અ.લો.ર. આકાશભાઈ ભાનુભાઈ અને અ.લો.ર. ભરતભાઈ મસરાભાઈને તસ્કરો અંગે બાતમી મળી હતી. બાતમીને આધારે રાવપુરા પોલીસે ફઈમ અને ફીરોજને રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતાં. તેઓની પાસેથી સોનાની બુટી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
કારનો કાચ તોડી ચોરી કરતાં શખ્સોને ઝડપી પાડવામાં રાવપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. એ. યુ. દિવાન, એ.એસ.આઈ. સલાઉદ્દીન, એ.એસ.આઈ. રાજુભાઈ, એ.એસ.આઈ. ઉદેસિંહ, હે.કો. મુખ્તાર અહેમદ, એલઆરડી ભરતકુમાર, એલઆરડી વિપુલભાઈ, એલઆરડી અજયભાઈ, એલઆરડી આકાશભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(FunRang Joke)
ટાઈગરે પુછ્યું શું કરે છે?
મોબાઈલમાં વ્યસ્ત પકડુંએ કહ્યું કે, ચેટિંગ.
ટાઈગરઃ ચેટિંગ એટલે શું?
પકડુઃ સામ સામે ના હોવા છતાં એકબીજાનું ભેજું ચાટવાની કળા એટલે ચેટિંગ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz