- થર્ટી ફર્સ્ટની માફક ઉત્તરાયણ પર્વ પણ લોકો કોરે કોરી ઉજવે તેવી પોલીસ તંત્રની મહેચ્છા.
- વાઘોડીયા રોડ પર ઉકાજીના વાડીયામાંથી પ્લાસ્ટિકીયા અંગ્રેજી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । પાણીગેટ પોલીસે આજરોજ “ગોવા, સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી” નામની બ્રાન્ડની પ્લાસ્ટિકીયા દારૂની 96 બોટલ સાથે એક બૂટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં એક શખ્સને વૉન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેરના પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ થર્ટી ફર્સ્ટની માફક ઉત્તરાયણ પર્વ પણ લોકો કોરે કોરી ઉજવે તેવા આશય સાથે પ્રોહીબીશનની પ્રવૃત્તિ પર વૉચ રાખવાની પોલીસ તંત્રને સૂચના આપી છે. સૂચનાનું ચુસ્ત અમલ કરાવવા કટિબદ્ધ બનેલા પોલીસ તંત્ર દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
કોરોના કાળ અને મોંઘવારીને કારણે શહેરના દારૂડીયાઓને કાચની બોટલમાં મળતો દારૂ મોંઘો પડતો હોવાથી, પ્લાસ્ટિકીયા બોટલનાં દારૂની બોલબાલા છે. જેને પગલે ઘણાં બૂટલેગર વિવિધ બ્રાન્ડના પ્લાસ્ટિકીયા દારૂની ખેપ મારતાં હોય છે.
શહેરમાં ચુસ્ત દારૂબંધીનું પાલન કરાવવા કટીબદ્ધ બનેલાં પોલીસ તંત્રના પૈકીના પાણીગેટ પોલીસ મથકના પો.કો. ઇન્દ્રજીતસિંહ અજીતસિંહને મળેલી બાતમીને આધારે વાઘોડીયા રોડ વિસ્તારમાં સરકારી સ્કૂલ સામે આવેલા ઉકાજીના વાડીયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં પેક કરાયેલો ગોવા બ્રાન્ડનો ‘ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી’ અંગ્રેજી દારૂની 96 બોટલ સાથ બૂટલેગર રાજુભાઈ ચીનભાઈ ફૂલમાળી (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડીયા રોડ, વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
રૂ. 28,800ની કિંમતનાં દારૂ સાથે રાજુ ફુલમાળીને ઝડપી લેવાના કેસમાં ગણેશ રાજુભાઈ ઉર્ફે મોરલો ફુલમાળીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ગોવા બ્રાન્ડનો પ્લાસ્ટિકીયો દારૂ ઝડપી પાડવામાં પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. કે.પી.પરમાર, સેકન્ડ પી.આઈ. એફ.આર. રાઠવા, પી.એસ.આઈ. એ.બી.ગોહિલ, હે.કો. શૈલેન્દ્રસિંહ, પો.કો. લાલુભા, પો.કો. જગદીશકુમાર, પો.કો. ઇન્દ્રજીતસિંહ, પો.કો. વિરભદ્રસિંહ, પો.કો. હરેશભાઈ, પો.કો. હરદીપસિંહ અને પો.કો. હસમુખભાઈએ સારી કામગીરી કરી હતી.
😎 (FunRang Joke) 😎
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.
કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.
લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)
સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.
માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.
કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz