- વિદ્યાર્થીના પરિવારના એક સભ્ય પણ કોરોના પોઝિટીવ આવ્યા.
- ગત શુક્રવારે વિદ્યાર્થીએ ઓફલાઈન ક્લાસમાં હાજરી આપી હતી.
- કોરોના પોઝિટીવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે.
વડોદરા. શહેરના સમા વિસ્તાર સ્થિત નવરચના હાઈસ્કૂલના ધો. 8 (ઈ) ક્લાસનો એક વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્ય કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તાત્કાલિક ધો. 8 (ઇ) ક્લાસનું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ધો. 8 (ઈ)માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગત શુક્રવારે ઓફલાઈન ક્લાસમાં હાજર હતો. તે અને તેના પરિવારના એક સભ્ય કોરોના પોઝિટીવ આવ્યા હોવાથી ધો. 8 (ઈ) ક્લાસનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોવાનો મેસેજ નવરચના હાઈસ્કૂલ દ્વારા વોટ્સએપથી વાલીઓને કરવામાં આવ્યો હતો. વાલીઓને કરાયેલા વોટ્સએપ મેસેજમાં એમ પણ જણાવાયું હતું કે, હાલના સંજોગોમાં ધો. 8 (ઈ) ક્લાસનું ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાશે.
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાના જણાવ્યા અનુસાર, નવરચના હાઈસ્કૂલના ધો. 8 (ઈ)ના કોરોના પોઝિટીવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન અંગે તકેદારીના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર સહિતના 10 બેડ બાળકો માટે તૈયાર કરાયા છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં ઓમિક્રોન માટે બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
(પાળેલાં કૂતરાંની એક તસવીરે મહિલાને બનાવી દીધી લખપતિ – જુઓ ખાંટુ નટુંનો મનોરંજક રિપોર્ટ)
અત્રે નોંધનિય છે કે, આગામી દિવસોમાં સરકાર દ્વારા 7 રાજ્યોના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડ, તમીલનાડુ, પશ્ચિમ બંગાળમાં 12 થી 17 વર્ષની વયના બાળકોને ઝાયકૉવ-ડી વેક્સિન આપાનું શરૂ કરવામાં આવનાર છે. સરકાર દ્વારા ઝાયકૉવ-ડીના એક કરોડ ડૉઝનો ઓર્ડર ગત મહિને આપવામાં આવ્યો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg