વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના આગામી સને ર૦રર-ર૩ના બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે માનનીય મેયર ઘ્વારા વડોદરા શહેરના ઇતિહાસના સૌ પ્રથમ વખત એક નવતર અભિગમ અ૫નાવી બજેટ કેવી હોવુ જોઇએ? એ વિષયમાં આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાના પુર્વ મેયરો, યુવા સંસ્થાઓ, મહિલા મંડળો, સિનીયર સીટીઝન ગૃપ, સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ., બિલ્ડર એસોસીએશનો તેમજ વિવિઘ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનો સાથે બજેટના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ પહેલ કરતાં શિક્ષણ એ સમાજના ઘડતરનો પાયો છે એ વિચારઘારા લઇને માન. મેયરે પરિસંવાદનુ આયોજન કરેલ હતુ. જેમાં સ્થાયી સમિતિના અઘ્યક્ષ ડો. હિતેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અઘ્યક્ષ, નવનિયુકત સભ્યો, શિક્ષણ સમિતિના તમામ આચાર્યો, શૈક્ષણિક તથા ઓફીસ સ્ટાફની ઉપસ્થિત રહયા હતા.
મેયરે જણાવ્યુ હતુ કે, શિક્ષણ જ એવું માધ્યમ છે કે જે બધી સમસ્યાઓનું દેશમાં સમાધાન છે. આગામી વર્ષના વડોદરા મહાનગર પાલિકાના બજેટની શરૂઆત શિક્ષણ સમિતિથી કરવામાં આવી. જેમાં નળ, ગટર અને રસ્તા સિવાય પ્રાથમિક સુવિઘા રૂપે ૫ણ શિક્ષણની ગણતરી કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આશરે 37000 જેટલા બાળકોને વિઘાર્થીઓ માટે ખુંટતી તથા પાયાની સુવિઘાઓ શિક્ષણ સમિતિ ઘ્વારા ચોકકસાઇથી સુચારૂ રૂપે મળે તેની પણ જવાબદારી કોર્પોરેશનની છે અને માટે જ આગામી નાણાકીય બજેટમાં બાળકોને આપવામાં આવનાર તમામ સુવિધાઓ માટે શાળા કક્ષાએ કાર્યરત આચાર્યની સાથે સંવાદ કરી તેમની શાળા કક્ષાએ રજૂ થતી મુશ્કેલીને દૂર કરવા તથા જરૂરીયાતોની પૂર્તતા કરવા માટેની જોગવાઇ થઇ શકે તેમજ બાળકો માટે લાભદાયક બાબતોની વ્યવસ્થા અને શાળાઓ માટે અસરકારક બાબતો બજેટમાં સમાવવા માટે સુચના આપવામાં આવી.
વઘુમાં મેયરે જણાવ્યુ કે, આચાર્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લેવામાં આવશે તથા તેના યોગ્ય નિકાલ બાબતે આયોજન અંગેની બાંહેધરી આપી હતી અને આગામી ૨૫/૧૨/૨૧ ના રોજ યોજાનાર દિવંગત પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયજીની જંયતિ તથા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્રસ્પર્ધાના આયોજન અંગેની જાહેરાત કરી હતી અને તેમાં મહત્તમ સંખ્યામાં બાળકો ભાગ લે તે બાબતે આચાર્યને અપીલ કરી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg