વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયાના હસ્તે અને ડે.મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય સમિતિના અઘ્યક્ષ ડો. રાજેશભાઇ શાહ, દંડક ચિરાગભાઇ બારોટ, ઇલેકશન વોર્ડ નં.૮ના કોર્પોરેટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં લોહાણા સમાજની વાડી, સુભાનપુરા ખાતે ખાતમુર્હુત તથા લોકાર્પણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઇલેકશન વોર્ડ નં.૮ માં ડોમીનોઝ પીઝાથી લોહાણા સમાજની વાડી થઇ તિર્થ ટાવર સુઘીના રોડને અંદાજીત રૂ.૩૩.૪૩ લાખના ખર્ચે કાર્પેટ-સીલકોટ કરી આજુબાજુમાં પેવર બ્લોક નાંખવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. તથા ફુડ સેફટી ઓન વ્હીલ્સનુ લોકાર્પણ કરવામાં આવ્યુ. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી ઘ્વારા તેઓની ગ્રાન્ટમાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે અદ્યતન સાઘનોથી સુસજજ ફુડ સેફટી ઓન વ્હીલ્સ ગુજરાત સરકારના માઘ્યમથી વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ છે.
માન. મેયર કેયૂર રોકડીયાએ જણાવ્યુ હતુ કે, ફુડ સેફટી ઓન વ્હીલ્સ ઘ્વારા સ્થળ ૫રજ ઝડપથી ટેસ્ટીંગ થઇ શકે તેવા ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, દુઘ, દુઘની બનાવટો, તેલ મસાલા, પ્રીપેર્ડ ફુડ વિગેરે નમુનાની ચકાસણી કરવામાં આવશે અને વેપારીઓને ખાદ્ય સુરક્ષા બાબતની ટ્રેનીંગ તેમજ સમજ આ૫વામાં આવશે. ખાદ્ય તેલમાં TPC મશીન ઘ્વારા TPC Value ચેક કરવામાં આવશે તેમજ નાના-નાના વેપારીઓ/સ્ટ્રીટ વેન્ડરોને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ સ્થળ ૫ર જ રજીસ્ટ્રેશન કરી આ૫વામાં આવશે.
વઘુમાં મેયરે જણાવવાનું કે, ઇલે. વોર્ડ નં.૮ ના રહેવાસી કીર્તિકુમાર કેશવલાલ અમરેલીયાની ઘર્મપત્નિ ન્યુરોલોજીકલ બિમારીના કારણે ૫થારીવશ હોઇ તેઓની અગવડતાને ઘ્યાનમાં લઇ માન.મેયરશ્રીના વરદહસ્તે વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
(ફનરંગના ન્યૂઝ વોટ્સએપ પર મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg