- પહેલાં પતિએ છૂટાછેડા આપ્યા બાદ દિકરીના બીજા લગ્ન કરાવ્યા હતાં.
- બીજા લગ્ન વખતે જમાઈ પાસેથી દાવા પેટે રૂ. 20 હજાર લેવાનું નક્કી થયું હતું.
- જમાઈ નાણાં ચુકવી ના શકતાં સાસુ – સસરાં આકરાં બન્યાં.
- 181 અભયમની મદદથી પત્નીને મુક્ત કરાવતો પતિ.
વડોદરા. સામાન્ય બોલચાલની ભાષામાં સાસરીયાઓ દિકરીના પતિ એટલે કે જમાઈને દશમો ગ્રહ અને જમ (યમ) કહેતાં હોય છે. જોકે, શહેર નજીક પાદરા ખાતે જમાઈ માટે સાસુ – સસરાં જમ બન્યા હોવાનો કિસ્સો બનવા પામ્યો હતો. જમાઈએ રૂ. 20 હજાર નહીં ચૂકવતાં સાસુ – સસરાંએ સગી દિકરીને ખાટલાં સાથે બાંધી દીધી હતી. તેમજ પત્ની લેવા આવેલાં જમાઈને મારવા લીધો હતો. આ સમગ્ર મામલે 181 અભયમની મદદથી ખાટલે બાંધવામાં આવેલી પત્નીનો પતિએ છુટકારો કરાવ્યો હતો. સમગ્ર મામલે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
પાદરા ખાતે રહેતાં એક રાજસ્થાની પરિવારની દિકરીના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. લગ્નજીવન દરમિયાન તે બે દિકરીની માતા બની હતી. જોકે, દિકરાનો જન્મ થયો ના હોવાથી પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતાં. પહેલાં લગ્ન ફોક ગયા બાદ તેના બીજા લગ્ન કરાવવામાં આવ્યા હતાં. બીજા લગ્ન વખતે છોકરીના મા – બાપે દાવા પેટે રૂ. 20 હજાર જમાઈ પાસેથી લેવાનું નક્કી કર્યું હતું.
(કૂતરાંના ફોટોગ્રાફે મહિલાને કરી માલામાલ – જુઓ વિડીયો)
લગ્ન બાદ ઘણાં સમયથી જમાઈ દાવાની રકમ ચૂકવી શક્યો નહોતો. જેને પગલે સસરાંએ દિકરીને મળવાના નામે પિયર બોલાવી હતી. દરમિયાનમાં જમાઈ પોતાની પત્નીને તેડવા માટે પહોંચ્યો હતો. ત્યારે નાણાંની માંગણી કરી સાસુ – સસરાંએ ઝગડો કર્યો હતો. પતિ સાથે જવા માંગતી સગી દિકરીને ખાટલા સાથે બાંધી દીધી હતી.
ખાટલા સાથે બાંધેલી પત્નીને છોડાવવા ગયેલા જમાઈને સાસરીયાઓએ માર મારવાનો પ્રયાસ કરતાં, તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આખરે 181 અભયમની મદદથી પતિએ ખાટલે બંધાયેલી પત્નીનો છુટકારો કરાવ્યો હતો. પતિ – પત્નીને રક્ષણ મળી રહે તે માટે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg