• ઘર પાસે રમતાં રમતાં બાળક 2 કિમી દૂર પહોંચી ગયું.
  • 3 વર્ષનું બાળક ભુલું પડ્યું હોવાની જાણ SHE ટીમના પીએસઆઈ એ. એસ. વસાવાને થઈ હતી.
  • બાળક અંગે ચિંતાતુર મા-બાપે રાહતનો શ્વાસ લીધો, SHE ટીમનો આભાર માન્યો.

વડોદરા. શુક્રવારના રોજ સમા પોલીસ મથક વિસ્તારના રિયા સર્વિસ સેન્ટર કેનાલ રોડ ખાતે ભુલાં પડીને આવી પહોંચેલા ત્રણ વર્ષિય બાળકને SHE ટીમે તેના માતા – પિતાને સોંપ્યું હતું. અત્રે નોંધનિય છે કે, બાળક ઘર પાસે રમતાં રમતાં 2 કિમી દૂર પહોંચી ગયું હતું.

સમા પોલીસ મથખના પી.આઈ. એન. એચ. બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ફરજ બજાવીને SHE ટીમના પી.એસ.આઈ. એ. એસ. વસાવા ઘરે પહોંચ્યા હતાં. દરમિયાનમાં એક વ્યક્તિએ ફોન કરીને તેમને માહિતી આપી હતી કે, રિયા સર્વિસ સેન્ટર કેનાલ રોડ પર ભુલું પડેલું ત્રણ વર્ષનું બાળક આવી પહોંચ્યું છે.

માહિતીને પગલે, બાળકને લેવા માટે SHE ટીમના એલ. આર. સાયમા સુમરખાન અને એલ. આર. જીગીશા રમેશભાઈ પહોંચ્યા હતાં. જોકે, ત્રણ વર્ષનું બાળક મા – બાપ વિશે કે તેના સરનામાં વિશે કંઈ બોલી શકતો નહોતો. અને મા- બાપને યાદ કરીને રડ્યા કરતો હતો.

બીજી તરફ, પુરુષોત્તમનગરમાં રહેતાં અલ્કેશ યાદવ અને રૂબી યાદવનું બાળક ગૂમ થઈ ગયું હતું. તેઓ ચિંતાતુર વદને બાળકની શોધખોળ કરી રહ્યાં હતાં. આ અંગે જાણ થતાં પોલીસે તેઓને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં રમતાં રમતા બાળક ક્યાંક જતું રહ્યું હોવાની કેફિયત તેઓએ પોલીસને જણાવી હતી.

સમા પોલીસે તેઓની પાસેથી પુરતી વિગતો પ્રાપ્ત કરી, ચોક્કસ ખાતરી કર્યા બાદ બાળક તેઓને સુપરત કર્યું હતું. બાળક મળતાં મા-બાપે રાહતનો શ્વાસ લીધો હતો.

FunRangના WhatsApp ગ્રૂપમાં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો. 

https://chat.whatsapp.com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *