- આરોપી છેલ્લાં ત્રણ માસથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.
- મધ્યપ્રદેશના સિહોર જિલ્લાની કિશોરીનું અપહરણ કરી સંતોષ ખીંચી વડોદરા લાવ્યો હતો.
- ભાડાના મકાનમાં સંતાડી રાખેલી કિશોરીનો સયાજીગંજ પોલીસ સર્વેલન્સ ટીમ અને શી ટીમે મુક્ત કરાવી.

વડોદરા. મધ્યપ્રદેશના સિહોર જિલ્લાની કિશોરીનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લાં ત્રણ માસથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં શખ્સને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના દુપડીયા ગામનો રહેવાસી સંતોષ દેવચંક ખીંચી છેલ્લાં ત્રણ માસથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. દરમિયાનમાં સયાજીગંજ પોલીસને માહિતી પ્રાપ્ત થઈ હતી કે, સિહોર જિલ્લાના પાર્વતી આસ્ટા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનામાં સંડોવાયેલો શખ્સ વડોદરા શહેરમાં સંતાયેલો છે. પાર્વતી આસ્ટા પોલીસ દ્વારા મદદ માંગવામાં આવતાં સયાજીગંજ પોલીસની સર્વેલન્સ ટીમ તથા શી ટીમ દ્વારા બાતમીદારો અને ટેક્નિકલ સોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
(ન્યૂઝપેપરમાં આવતાં કટાક્ષવાળા કાર્ટૂન જોવા હોય તો જુઓ વિડિયો)
જેમાં સંતોષ ખીંચી એસ.ટી. ડેપો ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેને પગલે સર્વેલન્સ ટીમ અને શી ટીમે તેને ઝડપી પાડ્યો હતો. તેમજ ભાડાના મકાનમાં સંતાડીને રાખેલી કિશોરીને મુક્ત કરાવી હતી. જરૂરી કાર્યવાહી કરીને કિશોરી પાર્વતી આસ્ટા પોલીસ મથકના સ્ટાફને સોંપવામાં આવી હતી.
મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવામાં સયાજીગંજ પોલીસ મથકના PI આર.જી. જાડેજા, PSI એમ.પી. ચૌધરી, હે.કો. દિપકકુમાર જબ્બરસીંગ, હે.કો. નિતીનભાઈ રમેશચંદ્ર, પો.કો. આઝાદ રઘુનાથ, પો.કો. કાંતીભાઈ હમીરભાઈ, પો.કો. કિરણભાઈ સડ્યાભાઈ તથા સયાજીગંજ શી ટીમના (8) વુ.પો.કો. અસ્મીતાબહેન કેશરભાઈ, વુ.એલ.આર.ડી. મિત્તલબહેન કાંતીભાઈએ કામગીરી બજાવી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg