- ભારતના અભૂતપૂર્વ અને યશસ્વી સેનાની સીડીએસ સ્વ.બિપીન રાવતને સ્કાઉટ અને એનસીસી ના ગણવેશધારી બાળવીરો એ આપી શિસ્તબદ્ધ સલામી…
- સ્વ. મધુલિકા રાવત અને હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા બાર સેનાકર્મીઓને આપવામાં આવી ભાવસભર શ્રધ્ધાંજલિ…
- ભવિષ્યમાં માં ભારતી ના સૈનિક બનવાની ખેવના ધરાવતા બાળવીરો ની સાથે શહેર પોલીસ કમિશનર અને મહાનુભાવો એ દિવંગતો ની કરી હાર્દિક વંદના…
- સ્વ.બિપીન રાવતજી અને સેનાધિકરીઓ નું નિધન દેશ માટે મોટો આઘાત: તેમનું જીવન દેશના યુવાનો માટે સદીઓ સુધી પ્રેરણાસ્રોત બની રહેશે: શહેર પોલીસ કમિશનર
વડોદરા. જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘની વડોદરા શાખા દ્વારા વિજય દિવસ પ્રસંગે જીવન ભારતી શાળા ખાતે યોજાયેલી સંવેદનાસભર શ્રધ્ધાંજલિ સભામાં શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંઘ અને સંસ્થા અધ્યક્ષ મૌલીન વૈષ્ણવની દોરવણી હેઠળ સ્કાઉટ અને એન.સી.સી.ના ગણવેશધારી બાળવીરોએ છબી સમક્ષ પુષ્પચક્ર મૂકીને ભારતના યશસ્વી સેનાની અને પ્રથમ સી.ડી.એસ. સ્વ.જનરલ બિપીન રાવતજી તેમના ધર્મપત્ની સ્વ. મધૂલિકાજી અને જીવલેણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમની સાથે જીવ ગુમાવનારા બાર જવામર્દ સૈનિકોને હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના બેન્ડે શૌર્ય ધુનો દ્વારા તેમની શહાદત ને આદર આપ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ વીરોને મૌન અંજલિ આપી હતી.
કમનસીબ અકસ્માતમાં દેશના પ્રથમ સી.ડી.એસ.અને જાંબાઝ લશ્કરી અધિકારીઓ નું દુઃખદ અવસાન દેશ માટે ખૂબ મોટો આઘાત છે એવી લાગણી વ્યક્ત કરતાં શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે તેમનું યશસ્વી જીવન સદીઓ સુધી દેશના યુવાનોને રાષ્ટ્ર માટે જીવન જીવવા અને સમર્પણ કરવાની પ્રેરણા આપશે. આજે પાકિસ્તાન સામે જીત અને બાંગ્લાદેશ સર્જન નો વિજય દિવસ છે. ત્યારે આ શ્રધ્ધાંજલિ સભાનું આયોજન ખૂબ પ્રાસંગિક બન્યું છે.
યુવા સમુદાય ઊંચા સપના રાખે અને તેમને સાકાર કરવા ઝઝૂમે એવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે ઊંચા સપના સાથે દેશ માટે શહીદી વહોરનારા ભગતસિંહ જેવા શૂરવીરો અને ઓલિમ્પિકમાં દેશ માટે ચંદ્રક જીતવાનું સપનું સાકાર કરનાર રમતવીરો યુવાઓ માટે પ્રેરણા નો સ્રોત બને છે.મિશન ક્લીન અભિયાન નો ઉલ્લેખ કરતાં તેમણે યુવાનો નશાથી દુર રહે અને તેની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને ઉગારવાના શહેર પોલીસના અભિયાનમાં સહયોગ આપે તેવો ખાસ અનુરોધ કરવાની સાથે તેમણે મહિલા શક્તિના સન્માનની ભાવના કેળવવા અને નિયમ પાલક જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો.
(સામાન્ય લોકોને ફટકારનાર પોલીસવાળાની લાકડી કહે છે મારો કોઈ વાંક નથી)
સ્વ.બિપીન રાવતજી અને સેનાધિકરીઓની શહાદત બાળ સૈનિકોમાં ગણવેશધારી દળોમાં જોડાવાની ખેવના જગાવશે એવી લાગણી વ્યક્ત કરતાં મૌલિન વૈષ્ણવે જણાવ્યું કે ફિલ્ડ માર્શલ જનરલ માણેક શા અને પ્રથમ સી.ડી.એસ. સ્વ.બિપીન રાવતજીને આ દેશ સદીઓ સુધી યાદ રાખશે.સ્કાઉટ પ્રવૃત્તિ નો આશય બચપણ થી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને શિસ્તબદ્ધતા કેળવવાનો અને એક જવાબદાર નાગરિક તરીકે તેમનું ઘડતર કરવાનો છે.સ્વતંત્રતા પહેલા મહારાજા સયાજીરાવ ના સંપૂર્ણ પ્રોત્સાહન હેઠળ વડોદરામાં સ્કાઉટ પ્રવૃત્તિ વિકસી એની તેમણે યાદ અપાવી હતી.
સંઘના જિલ્લા સચિવ વરુણ દેસાઈએ કાર્યક્રમની ભૂમિકા આપવાની સાથે જણાવ્યું કે, શહેરની ૧૦ જેટલી શાળાઓના ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલા છે.જિલ્લા કમિશનર એલેકઝાંડરે કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જતીન મોદી, નિવૃત્ત ગેજેટેડ પોલીસ અધિકારી મંડળના અધ્યક્ષ કિશોરસિંહ ચૌહાણ, શ્રીમતી અમી રાવત, પ્રશાંત પટેલ, જીવન ભારતી વિદ્યાલય સંચાલક મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, શ્રેયસ શિક્ષણ ટ્રસ્ટના પંકજ જાની, વડોદરા ટ્રાફિક બ્રિગેડના ટ્રસ્ટી સૂર્યકાંત અમીન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg