- વડોદરામાં રાજ્યની સૌથી પહેલી ફોટોગ્રાફી કોન્ટેસ્ટ ફોટોથોનનું આયોજન કરાયું.
- બ્લડ ડોનેશન અને મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
- શહેરના ત્રણ વરિષ્ઠ ફોટોગ્રાફર્સનું સન્માન કરવામાં આવ્યું.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
મનિષ વ્યાસ / મનિષ પારેખનો રિપોર્ટ । 19 ઓગસ્ટના રોજ 184માં વિશ્વ છબીકલા દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરામાં વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરાના સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, લોકસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ સહિતના વિવિધ ન્યૂઝ પેપરના ફોટો જર્નાલિસ્ટની મનમોહક તસવીરોનું કિર્તિમંદિર ખાતે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.




વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા રાજ્યમાં પહેલીવાર ફોટોગ્રાફી કોન્ટેસ્ટ ફોટોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધણી કરાવનાર 94 ફોટોગ્રાફર્સ દ્વારા સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન વડોદરાની શેરીઓમાં ફોટોગ્રાફી કરવામાં આવી હતી. સ્પર્ધા માટે બે વિષયો રાખવામાં આવ્યા હતાં વડોદરા સ્ટ્રીટ અને યુનિટી… આ બંને વિષયોને લગતાં કૂલ 339 ફોટોગ્રાફ્સ સ્પર્ધકો દ્વારા બપોરે 12 વાગ્યા સુધીમાં સબમીટ કરવામાં આવ્યા હતાં.
(સ્પર્ધાની વિજેતા તસવીરો)
ત્યારબાદ લાડભવન ખાતે શહેરના જાણીતા ફોટોગ્રાફર નફીસભાઈ સહિતના મહાનુભાવો દ્વારા બપોરે ફોટોગ્રાફ્સનું લાઈવ જજીંગ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે સ્પર્ધાના વિજેતાઓની (પહેલાં ત્રણ અને 4 પ્રોત્સાહક) જાહેરાત અને સન્માન કરવામાં આવ્યું હતું. તે સાથે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના ત્રણ વરિષ્ઠ ફોટોગ્રાફર્સ શ્રી જશુભાઈ પારેખ, શ્રી પરિમલભાઈ મહેતા અને શ્રી સુરેશભાઈ પારેખનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ અગાઉ લાડભવન ખાતે ફોટોગ્રાફર મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.