- 7 વર્ષ માટે 33.45 કરોડના ભાડે અદ્યતન ટેક્નોલોજીવાળા જેટીંગ કમ સક્શન વિથ રીસાઈકલિંગની સુવિધાવાળા બે મશીન.
- સાબરમતી વોર્ડમાં આવેલા મોટેરા સંગાથ 4 ફ્લેટ ખાતે મશીનનું ફ્લેગ ઓફ કરાયું.
Funrang. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગટરલાઈનની સાફ સફાઈ માટે 7 વર્ષના રૂ. 33.45 કરોડના ભાડે બે રીસાઈકલ મશીન PPP ધોરણે લાવવામાં આવતાં, હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરીને સાફસફાઈ કરવી પડશે નહીં. આજરોજ શહેરી ગૃહ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે આ બે મશીનનું સાબરમતી વોર્ડમાં આવેલા મોટેરા સંગાથ 4 ફ્લેટ પાસેથી ફ્લેગ ઓફ કરાયું હતું.
ગટરમાં એકઠા થયેલા કાદવ – કીચડ અને કચરાને સાફ કરતાં અદ્યતન ટેક્નોલોજીવાળા જેટીંગ કમ સક્શન વિથ રીસાઈકલિંગ સુવિધાવાળા મશીનના ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાએ કહ્યું હતું કે, આ બે મશીનથી સાફસફાઈ ઝડપી થશે અને હાલ અમદાવાદમાં બે મશીન લવાયા છે. સુરતમાં પણ 8 મશીન લાવવામાં આવ્યા છે. આ મશીનને કારણે એકપણ મજૂરને ગટર સાફ કરવા માટે અંદર ઉતારવામાં નહીં આવે. કોર્ટના આદેશ બાદ મજૂરોને ડ્રેનેજ લાઈનમાં ઉતારી કાદવ અને કચરો સાફ કરાવવા પર પ્રતિબંધ હોવાથી અવારનવાર ગટર ઉભરાઈ જવાની સમસ્યાઓ થાય છે.
જ્યારે વૉટર એન્ડ સુએજ કમીટીના ચેરમેન જતિન પટેલે કહ્યું હતું કે, આ મશીન મેઇક ઇન ઇન્ડિયાનું છે. જેમાં ગટરનું પાણી ચોખ્ખુ થઈ જાય છે. આ મશીનથી વર્ષે બે લાખ કરોડ લીટર જેટલા પાણીની બચત થશે. આગામી દિવસોમાં વધુ મશીનો લાવવામાં આવશે.
પીપીપી ધોરણે લવાયેલા આ મશીન દ્વારા ગટરના હોલમાંથી ખેંચવામાં આવેલા સુએજમાંથી શીલટ અને પાણી છૂટા કરી ફ્લશિંગ મશીનમાં પાછું નાંખી શકાય છે. ડમ્પ ટેન્કની જેમ ખાલી કરવાની જરૂર પડતી નથી. છુટા પાડેલા સુએજને ટેન્કમાં સ્ટોર કરી ફરી રીસાઈકલ વૉટર તરીકે ઉપયોગ કરી શકાય છે. જેથી વૉટર ટેન્ક ખાલી કરીને ફરી ભરવાની જરૂર પડતી નથી.
#funrang #Ahmedabad #AMC #manhole