funrang. નવી કાર ખરીદવાનો વિચાર કરતાં હોવ તો, સૌથી પહેલાં મહત્વના પાંચ મુદ્દાઓ પર અચૂક ધ્યાન રાખવું જોઈએ. કાર ખરીદતાં પહેલાં આ બાબતો પર ધ્યાન આપવામાં ના આવે તો પછીથી પસ્તાવો કરવો પડી શકે છે.

મુદ્દો – 1

કાર ખરીદતા પહેલાં, પોતાની જાતને પ્રશ્ન પુછવો કે, કાર કઈ કંપનીની ખરીદવી છે? ભારતીય બજારમાં Maruti Suzuki, Hyundai, Tata Motors, Mahindra, Kia, Nissan, Honda, Toyota અને Renault જેવી ઘણી કંપનીઓની કાર ઉપલબ્ધ છે. કઈ કંપનીની કાર ખરીદવી જોઈએ એ બાબતે મિત્રો સાથે ચર્ચા કરવી જોઈએ. તેમજ નિષ્ણાંતોનું શું કહેવું છે એ ઓનલાઈન કે ઓફલાઈન તપાસવું જોઈએ. એવા લોકોની સલાહ લેવી જોઈએ, જેમને અલગ અલગ કંપનીની કાર ચલાવવાનો અનુભવ લીધો હોય. આ બધામાંથી આપની વિચારધારા સ્પષ્ટ થશે કે કઈ કાર તમારા માટે યોગ્ય છે. કઈ કાર આપને આપના બજેટમાં સારું પર્ફોમન્સ આપી શકે છે.

મુદ્દો – 2

કંપની નક્કી કર્યા બાદ તમારે યૂટિલિટી સમજવી જરૂરી છે. એટલે કે તમે કયા કારણોસર આ કાર લઈ રહ્યા છો અને મોટેભાગે તેનો શું ઉપયોગ કરવાના છો. અનેક સેગમેન્ટની કાર બજારમાં ઉપલબ્ધ છે, જેમકે, નાની કાર, હૈચબેક, એમપીવી (મલ્ટી પર્પઝ વ્હીકલ), સેડાન, કોમ્પેક્ટ એસયુવી, મિડ એસયુવી અને એસયુવી (સ્પોર્ટ્સ યૂટીલિટી વ્હીકલ) વગેર. તમારે તમારા ઉપયોગ, તમારી પાસે ઉપલબ્ધ પાર્કિંગ સ્પેસ, તમારી અવર જવરના માર્ગની સ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખીને કાર પસંદ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં આપને કોઈ અગવડનો સામનો કરવો ના પડે.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

મુદ્દો – 3

વિવિધ સેગમેન્ટની કારની બેઠક ક્ષમતા જોઈએ તો, હૈચબેક કાર ચારથી પાંચ વ્યક્તિના પરિવાર માટે યોગ્ય છે, તો એમપીવી સાત વ્યક્તિઓના પરિવાર માટે. જ્યારે સેડાન સામાન લઈને અવર જવર કરતાં લોકો માટે સારી પસંદગી હોઈ શકે છે. એસયૂવી કાર સ્પીડ – રોમાંચના રસિયાઓ માટે છે. જે દુર્ગમ રસ્તાઓ પર હંકારવામાં સારી રહે છે.

મુદ્દો – 4

સૌથી મહત્વનો મુદ્દો છે આપનું બજેટ. કાર માટે આપ કેટલો ખર્ચ કરવા માંગો છો. માત્ર કાર ખરીદવાનો જ ખર્ચ નહીં, કાર ખરીદ્યા બાદ એમાં કેટલો ખર્ચ કરવો પડશે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે, એસેસરીઝ વગેરે અંગે. આ ઉપરાંત, કારના મેઇન્ટેનન્સ – સર્વિસનો કેટલો ખર્ચ આવે તેમ છે એનો પણ હિસાબ કરી રાખવો જોઈએ. કાર લોન પર લીધી હોય તો એના વ્યાજ અંગેનો હિસાબ પણ કરી રાખવો જોઈએ.

મુદ્દો – 5

બજેટ જેવો જ મહત્વનો મુદ્દો છે ઇંધણ… આજે પેટ્રોલ – ડિઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે કાર કેટલું માઈલેજ આપશે એ ચોકસાઈપૂર્વક જાણી લેવું ખુબ જરૂરી છે. આમ તો પેટ્રોલ કારની તુલનામાં ડિઝલ અને સીએનજી વધારે એવરેજ આપે છે, પરંતુ પેટ્રોલ કારની તુલનામાં ડિઝલ કારની સાર સંભાળ વધું રાખવી પડતી હોય છે. તેથી જ ઘણાં લોકો ડિઝલવાળી કાર ખરીદવાનું યોગ્ય નથી ગણતાં. જોકે, આપની જરૂરીયાત અનુસાર જાણકારોનો મત મેળવીને આપ ઇંધણ અંગે વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકો છો.

#Funrangnews #automobile #technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *