- નૃત્યકલા નિષ્ણાંત પવિત્ર ભટના માર્ગદર્શનમાં બે દિવસિય વર્કશોપ યોજાયો
- 8 જાન્યુઆરીએ સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું સી.સી. મહેતા ઓડિ.માં આયોજન
FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
Mehulkumar Vyas | એમ. એસ. યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા તા. 7 – 8 જાન્યુઆરીના રોજ ભરતનાટ્યમ્ વર્કશોપ “ઉત્સાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના જાણીતા નૃત્યકાર પવિત્ર ભટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આજે વર્કશોપના પહેલાં દિવસે પવિત્ર ભટ દ્વારા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને ભરતનાટ્યમ્ અંગેની વિશિષ્ટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
આ ઉપરાંત તા. 8 જાન્યુઆરીના રોજ સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર પુરુષ નૃત્યકારો દ્વારા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. પવિત્ર ભટ ઉપરાંત નૃત્ય વિભાગના પૂર્વ વિદ્યાર્થી ડૉ. નિલેશ પારેખ (ભરતનાટ્યમ્) ચૈતન્ય મંગલમ્ (કથક) નૃત્ય પ્રસ્તુતિ આપશે. તેમજ નૃય વિભાગના બધાં પુરુષ વિદ્યાર્થીઓ દ્વારા એક વિશિષ્ટ રજૂઆત કરાશે.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz