• ભરૂચના શખ્સની પત્ની સાસરીયાના ત્રાસને કારણે અમેરિકા રહેવા જતી રહી હતી.
  • પત્નીને ભરણપોષણ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
  • પતિએ બીજા લગ્ન કર્યા એની જાણ પત્નીને કરી જ નહીં.
  • બીજી પત્ની સગર્ભા થતાં યોજાયેલા સીમંત પ્રસંગના ફોટો સોશિયલ મિડીયામાં અપલોડ કરતાં પહેલી પત્નીને જાણ થઈ.

ભરૂચ. અમેરિકા રહેવા જતી રહેલી પત્નીને ભરણપોષણ ચૂકવતાં ભરૂચના શખ્સે પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા હતાં. તાજેતરમાં બીજી પત્ની સગર્ભા થવાને કારણે યોજેલા સીમંત પ્રસંગના ફોટોગ્રાફ સોશિયલ મિડીયા પર અપલોડ કરવામાં આવતાં, પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાની જાણ પત્નીને થઈ હતી. જેને પગલે પરિણીતાએ પતિ ઉપરાંત બહેન – બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના બકુલભાઈ સુરેશભાઈ પટેલના લગ્ન વર્ષ 2012માં થયા હતાં. લગ્ન બાદ સાસરીયાઓના ત્રાસને કારણે બકુલભાઈની પત્ની પિયર જતી રહી હતી. અને ગૃહકંકાસનો મામલો ભરૂચ ફેમીલી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે પત્નીને દર મહિને રૂ. 4 હજાર ભરણ પોષણના ચૂકવવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ પરિણીતા અમેરિકા રહેવા જતી રહી હતી.

અમેરિકા રહેતી પત્નીને અવાર નવાર ફોન કરી બકુલભાઈ બીજા લગ્ન કરી લેવાની ધમકી આપતો હતો. તેમજ ભરણપોષણ પણ ચૂકવતો નહોતો. દરમિયાનમાં તેણે બીજા લગ્ન કરી લીધાં હતાં. જેની જાણ તેણે અમેરિકા રહેતી પત્નીને કરી નહોતી. જોકે, તાજેતરમાં બીજી પત્નીના સીમંત સંસ્કારના ફોટોગ્રાફ્સ સોશિયલ મિડીયામાં અપલોડ કર્યા હતાં. જેને પગલે અમેરિકા રહેતી પત્ની સહિત તેના પિયરીયાઓને આ અંગે જાણ થઈ હતી.

આ મામલે પહેલી પત્નીએ વાત કરતાં પતિએ ઉશ્કેરાઈ જઈને જે થાય તે કરી લેવાનું જણાવ્યું હતું. જેને પગલે પરિણીતાએ પતિ બકુલ પટેલ સહિત તેને લગ્ન કરવામાં મદદ કરનાર બહેન બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *