funrang. ઘણીવાર એવું બનતું હોય છે કે, ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી. સતત આર્થિક ભીંસન અનુભવ થયો હોય છે. યેન કેન કારણોસર તકલીફો પીછો છોડતી જ નથી. આવા સંજોગોમાં આપની આંખ સામે એવા સંકેત સર્જાય છે, પણ આપ એની સામે ધ્યાન નથી આપતાં. પરંતુ આ શુભ સંકેત હોય છે. કેટલાંક સંકેતોને તો અત્યંત શુભ માનવામાં આવે છે. જો આપની નજરે પણ આવી શુભ સંકેત ચડે તો સમજી લેજો કે આપના ઘરમાં ધનનું આગમન થવાનું છે અને આપની ચડતી થવાની છે.

કાળી કીડીઓનું ટોળું

એવી માન્યતા છે કે, ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાય તો એ શુભ સંકેત હોય છે. જો આપને કાળી કીડીઓ આવતી દેખાય, ખાસ તો કીડીઓ દાણા લઈને આવતી દેખાય તો ખૂબ શુભ સંકેત હોય છે. કાળી કીડીઓનું ટોળું જોવા મળે તો એનો અર્થ એવો થાય છે કે, આપના ઘરની આર્થિક સમસ્યા દૂર થવામાં છે. લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થવાની છે.

ચકલીનો માળો

આમ તો હાલના સમયમાં શહેરોમાં ચકલીઓ જવલ્લે જ જોવા મળતી હોય છે. પરંતુ માન્યતા એવી છે કે, ચકલી જો કોઈના ઘરમાં માળો બાંધે તો એ પરિવારનો શુભ સમય શરૂ થાય છે. આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળવા સાથે, ટૂંક સમયમાં આર્થિક પ્રગતિ પ્રાપ્ત થવાની છે. માટે જો ઘરમાં કે ઘરની આસપાસ ચકલી માળો બાંધે તો એને દૂર કરશો નહીં. શક્ય હોય તો ચકલી માળો બાંધી શકે તેવી વ્યવસ્થા ઘરની આસપાસ કરવી જોઈએ.

કચરો વાળનાર દેખાય

આપ ઘરની બહાર નિકળો અને જો કોઈ વ્યક્તિ ઝાડૂથી કચરો વાળી રહ્યો હોય એ દેખાય તો એને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે, આ આપના ઘરમાં ધન સંપત્તિના આગમનનો સંકેત છે. આ ઉપરાંત, કોઈ શેરડી લઈને આવતો દેખાય તો એ પણ શુભ સંકેત ગણાય છે.

મોંમા રોટલી લઈને જતું કુતરું દેખાય

માન્યતા છે કે, જો કોઈ કુતરું મોંમા રોટલી કે કોઈપણ શાકાહારી ચીજ લઈને જતું દેખાય તો એ શુભ સંકેત ગણાય છે. કહેવાય છે કે, આવું દ્રશ્ય જોવાથી આપના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થવાનો સમય આવી ચૂક્યો છે.

(ઉપરોક્ત માહિતી સંપૂર્ણ સત્ય અને સચોટ હોવાનો અમારો કોઈ દાવો નથી કરતાં. સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રના જાણકાર વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશો.)

#Jyotish #Funrangnews #Dharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *