funrang. આમ તો, કાળો રંગ શુભ માનવામાં નથી આવતો. જોકે, હિન્દુ ધર્મમાં ઘણાં કાર્યોમાં કાળા રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, કાળો દોરો બાંધવાથી નકારાત્મક ઉર્જા વ્યક્તિથી દૂર રહે છે. કાળો દોરો નકારાત્મક ઉર્જાથી રક્ષણ કરે છે. જોકે, આ ઉપરાંત, પણ કાળો દોરો ઘણો પ્રભાવી હોય છે. ઘણાં લોકો હાથ કે પગમાં કાળો દોરો બાંધતા હોય છે. કાળો દોરો શરીરના કોઈ અંગ પર એમને એમ બાંધી ના શકાય. કાળો દોરો બાંધવા પાછળ કેટલાંક વિશિષ્ટ કારણો હોય છે.
કાળો દોરો હાથ – પગ, કમર અને ગળામાં ધારણ કરવામાં આવતો હોય છે. શરીરના અલગ અલગ અંગ પર કાળો દોરો ધારણ કરવાનું અલગ અલગ મહત્વ છે. પરંતુ, ગમે ત્યાં કાળો દોરો ધારણ કરવામાં આવે, એ નકારાત્મક ઉર્જાથી રક્ષણ જરૂર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાળા દોરાના વિવિધ પ્રકારની નકારાત્મક ઉર્જાઓથી રક્ષણ પ્રાપ્ત કરવામાં સહાયક ગણવામાં આવ્યો છે. આવો જાણીએ કાળો દોરો કેવી રીતે ધારણ કરવો જોઈએ.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
કાળો દોરો બાંધવા માટે શનિવારના દિવસે શુભ મુહૂર્ત પસંદ કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં કાળો દોરો નવ ગાંઠ બાંધીને ધારણ કરવો જોઈએ. જે અંગ પર કાળો દોરો ધારણ કર્યો હોય તે અંગ પર અન્ય કોઈ રંગનો અન્ય દોરો ધારણ કરવો નહીં.
કાળો દોરો ધારણ કર્યા બાદ નિમ્ન લિખિત શિવ ગાયત્રી મંત્રની એક માળા કરવી જોઈએ. આ મંત્રથી શિવજી પ્રસન્ન થાય છે અને દરેક પ્રકારના વિઘ્નો દૂર કરે છે.
ओम् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रूद्रः प्रचोदयात्।।
ઓમ્ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રૂદ્રઃ પ્રચોદયાત્ ।।
(ઉપરોક્ત માહિતી સંપૂર્ણ સત્ય અને સચોટ હોવાનો અમારો કોઈ દાવો નથી કરતાં. સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રના જાણકાર વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશો.)
#Jyotish #Funrangnews #Dharma