Funrang. નવરાત્રી મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર દ્વારા ત્રિ-દિવસીય ચૈતન્ય નવદેવીઓની ઝાંખીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં શીવ શક્તિના પ્રતિક સમાન પાવન નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે સર્વ ભક્તજનો દૈવી શક્તિની મહિમાનું ગાયન પૂજન કરે છે અને ઉપાસના કરે છે. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર ખાતે પણ ત્રણ દિવસ માટે ચૈતન્ય નવદેવીઓની ઝાંખી અને રાજયોગ મેડીટેશન ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર વિસ્તાર માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રોગ્રામને નિહાળવા ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો એ લાભ લીધો હતો.
રાત્રી એ અજ્ઞાન અને અંધકારનું પ્રતિક છે. વર્તમાન સમય ચાલી રહેલ અતિ દુ:ખ અને અશાંતિનાં વાતાવરણમાં આપણી સર્વ આત્માઓના પિતા પરમપિતા શિવ પરમાત્મા સ્વયં આ ધરા પર અવતરીત થઇને આ ઘોર અંધારી રાત્રીમાંથી સુખ શાંતિમય સતયુગી સવારની પુન: સ્થાપના કરે છે. આની યાદગાર સ્વરૂપે આપણે નવરાત્રી અને શિવરાત્રિ આ બંને તહેવાર ની ઉજવણી કરીયે છીએ. અને આ સમયનો સ્વીકાર કરીને જે મનુષ્ય આત્માઓ પરમાત્મા શિવ સાથે પોતાની મનબુદ્ધી નો તાર જોડે છે તેઓને સમગ્ર વિશ્વ શિવ શક્તિના રૂપ માં આજે પણ યાદ કરે છે. આ વાસ્તવિકતાને જન જન સુધી પહોચાડવાના લક્ષથી ત્રણ દિવસ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સેવાકેન્દ્ર ના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી અરુણાદીદી અને બ્રહ્માકુમારી પૂનમદીદી એ નવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા કહ્યું હતું કે, આં એ જ સમય ચાલી રહ્યો છે કે આપણી ભીતર રહેલી શક્તિઓ ને ઉજાગર કરી આપણા દુર્ગુંણોને દુર કરી આપનું જીવન શક્તિઓ થી ભરપુર કરીએ. અને અટલાદરા સેવાકેન્દ્ર ખાતે તા.૧૮/10/૨૦૨૧ (સોમવાર)થી શરૂ થનાર નિ:શુલ્ક સાત દિવસીય રાજયોગા મેડીટેશનનો લાભ લેવા પણ ઈશ્વરીય નિમંત્રણ પાઠવ્યું હતું.
વિશેષ કાર્યક્રમનાં ઉદઘાટન સત્ર અને મહાઆરતીમાં કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંઘ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, મેયર કેયુરભાઈ, ડેપ્યુટી મેયર નંદાબેન, બી.જે.પી. અધ્યક્ષ ડૉ. વિજયભાઈ, દંડક ચિરાગભાઈ,પોલીસ કમિશ્નર શેખાવતજી,સીનીયર સિવિલ જજ વિશાલ ગઢવી, એચ.સી.જી.હોસ્પીટલના ડાયરેક્ટર રાજીવ ભટ્ટ, મોના ભટ્ટ, ઈશા હોસ્પીટલના ડૉ. અજિત વાલિયા, પારુલ વાલિયા, ડૉ.શીતલ મિસ્ત્રી, રાજસ્થાન સમાજ અધ્યક્ષ ભવરજલાલ ગોર, પંચમ ગ્રુપ સંજયભાઈ, મોનાલીસા ગ્રુપ કમલેશ ઠક્કર તથા બ્રહ્માકુમારી પરિવાર સહભાગી બન્યા હતા.
#Funrangnews #GujaratState