• લિસ્ટીંગ સેરેમનીમાં રડી પડેલાં કંપનીના સ્થાપક વિજય શેખર શર્માના રૂ. 26600 કરોડનું ધોવાણ.
  • લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ 20 ટકા જેટલો તૂટ્યો.
  • રિટેઈલ રોકાણકારોએ રૂ. 2500 થી 3000 કરોડ ગુમાવ્યાનો અંદાજ.

વેપાર. આજરોજ ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થયેલાં સૌથી મોટા IPO અપેક્ષાથી વિપરીત દિવસના અંતે 20 ટકા જેટલો તૂટ્યો હતો. શેરબજારના નિષ્ણાંતો અનુસાર, આજે લિસ્ટિંગના દિવસે પ્રમોટર્સ સહિતના રોકાણકારને 32000થી 33000 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લિસ્ટિંગની સેરેમનીમાં કંપનીના ફાઉન્ડ વિજય શેખર શર્મા આંસુ રોકી શક્યા નહોતા. જોકે, લિસ્ટિંગ બાદ રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વખત આવ્યો હતો.

આશરે 1.6 લાખ કરોડના વેલ્યુએશનના હિસાબે આજે paytmનું ભારતીય શેરબજારમાં સૌથી મોટા IPO તરીકે લિસ્ટિંગ થયું હતું. paytmનો ઇસ્યુ પ્રાઈઝ રૂ. 2150 નક્કી કરાયો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તેનું લિસ્ટિંગ રૂ. 1955 પર, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રૂ. 1950 પર થતાં રોકાણકારોને નિરાશા સાંપડી હતી. બજાર બંધ થયું ત્યારે શેરનો ભાવ રૂ.1564.15 બોલાયો હતો.

કંપનીના સ્થાપક – પ્રમોટર વિજય શેખર શર્મા પાસે 70 ટકા જેટલા શેર્સ છે. paytmની વેલ્યુએશન મુજબ તેની કિંમત રૂ.97,975.50 કરોડ આસપાસ થતી હતી. લિસ્ટિંગ બાદની સ્થિતિ અનુસાર તેમની પાસેના શેર હોલ્ડિંગની વેલ્યૂ હવે રૂ. 71,278.31 કરોડ જેટલી થાય છે. એકંદરે, વિજય શેખર શર્માના રૂ. 26,698 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

જ્યારે paytmના શેર્સમાં રોકાણ કરનાર રિટેઈલ રોકાણકારોના આજે રૂ.2500 થી 3000 કરોડ ડૂબ્યા હતાં. જેને પગલે લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના લગભગ રૂ.33000 કરોડ ધોવાયા હતાં.

ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ paytmના સ્ટોક્સને અંડરપર્ફોર્મ રેટિંગ આપ્યું છે. અને તેનો ભાવ રૂ.1200 થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ટાર્ગેટ તેના ઇશ્યૂ પ્રાઈઝ કરતાં 44 ટકા ઓછી છે. આજે શરૂઆતમાં paytm સ્ટોક લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા હતાં કારણ કે, ફિનટેક મેજર તેની શરૂઆતના આઈપીઓ કિંમતથી 25 ટકા વધુ ઘટ્યો હતો.

Paytm દ્વારા જે પ્રકારે વેલ્યુએશન કરવામાં આવ્યું હતું અને શેર દીઠ જે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે મોટાભાગની બ્રોકિંગ કંપનીઓ સહમત હતી નહીં. તેથી જ ઘણાં બ્રોકર્સ ગ્રાહકોને આ ઇશ્યૂથી દૂર રહેવાની સલાહ આપતાં હતાં. આમ છતાં, paytm IPO 1.3 ગણો છલકાઈ ગયો હતો.

Source – www.divyabhaskar.co.in

#Funrangnews #Information #technology #funrang #gujaratnews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *