- તુલસી વિવાહ નિમિત્તે આયોજિત લોકડાયરાનો વિડીયો ઉર્વશી રાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો.
funkar. તુલસી વિવાહ નિમિત્તે શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ દ્વારા આયોજિત લોકડાયરામાં કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયા પર નોટોનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. એક તબક્કે એક શખ્સે તો ડોલ ભરીને નાણાં ગાયીકા પર ઉડાડ્યા હતાં.
અમદાવાદમાં ઉછરેલી ઉર્વશીએ 6 વર્ષની ઉંમરથી સંગીતની સફર શરૂ કરી હતી. ત્રણ વર્ષ સુધી તેણે ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી હતી. જોકે, બાળપણમાં IAS બનવાનું સપનું જોનાર ઉર્વશી હાલ ગુજરાતીના ટોચના ગાયકોમાં સ્થાન ધરાવે છે. કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયાનું નાગર નંદજીના લાલ ગીત ખૂબ પ્રખ્યાત છે.
શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ દ્વારા આયોજિત તુલસી વિવાહમાં ગઈકાલે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં ઉર્વશી પર નોટોનો વરસાદ થયો હતો. જે અંગેનો વિડીયો ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. અને સૌના અમૂલ્ય પ્રેમ માટે આભાર માન્યો છે.
સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલાં વિડીયોમાં જોઈ શકાય છે કે, ગીત ગાઈ રહેલી ઉર્વશીની આસપાસ મોટા પ્રમાણમાં ચલણી નોટો પડેલી છે. ઢગલા બંધ ચલણી નોટો વચ્ચે ગીત ગાઈ રહેલી ઉર્વશી પર એક શખ્સ ડોલ ભરીને નોટ ઉછાળે છે તો પ્રેક્ષકોમાં હાજર લોકો પણ નોટોનો વરસાદ કરતાં હોય છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.