દેશ વિદેશ માં ડંકો વગાડનાર અને કરોડો બાઈકર્સ ની પ્રથમ પસંદગી
એવા એનફીલ્ડ {Enfield} મોટરસાઇકલ તરફ થી SHOTGUN 650 CC ની રજૂઆત

ગુજરાત અને દેશ વિદેશ ના એનફિલ્ડ બુલેટ ના ચાહકો પાણી ની જેમ રાહ જોઈ રહ્યા છે
ફક્ત ભારત નહીં પણ વિદેશો માં પણ વિદેશી ઓ માં પણ ઘેલું લગાડનાર એનફિલ્ડ બુલેટ EnField bullet ના ચાહકો માટે એક જોરદાર જાહેરત ગત મહિના માં કરવા માં આવી અને એ છે :એનફીલ્ડ શોટગન [EnField ShotGun] જે 650 cc ના દમદાર તાકાત અને બીજી વિદેશી ક્રૂઝર બાઇક ની જોડે લગોલગ સ્પર્ધા કરી શકે એવા દેખાવ સાથે બૂકિંગ માટે મૂકવામાં આવશે
ભારત માં બુલેટ તરીકે અને હજુ 20-25 વર્ષ પેહલા ગામડા માં ફરતી મોટર બાઇક તરીકે ઓળખાતી હતી એ એન્ફિલ્ડ તરફ થી તાજેતર માં જ એના નવા મોડેલ શોટગન ને ભારત અને વિદેશ ના બજારો માં ઉતરવાની જાહેરાત કરી છે. આ મોડેલ ના રંગ રૂપ અને એની ડીઝાઇન એઅત્યાર થી જ વિશ્વભર માં ચર્ચા જગાવી દીધી છે
આજે સમય બદલાયો છે અને આ મોટર બાઇક જેને લોકો ફક્ત ગામ ના રસ્તા પર ચાલતી કે પોલીસ દ્વારા ઉપયોગ માં લેવાતી બાઇક તરીકે જાણતા હતા એ આજ ના યુવાન અને યુવતીઓ માટે એક style statement ની સાથે સાથે એક સંપૂર્પણ ભરોસા પાત્ર વાહન તથા સાથીદાર તરીકે નો વિશ્વાસ પણ જીતી બતાવ્યો છે અને એટ્લે જ આજે આ ભારેખમ બુલેટ ચલાવનાર વર્ગ માં યુવક યુવતી ઓ નો એક બહુ જ વિશાળ વર્ગ છે.
ભારત દેશ માં તો ઘણા ખરા લોકો આ મોટર બાઇક ને Indian Harley Davidson તરીકે પણ ઓળખે છે. અને હવે આ નવી રજૂ કરેલ બુલેટ તો સાચે જ harley davidson કે triumph જેવી બીજી આંતરરાષ્ટ્રીય મોટર બાઇક ને કડક ટક્કર આપશે એ ચોક્કસ છે.
હાલ મળતી માહિતી પ્રમાણે આગામી નવેમ્બર 2022 માં આ જોરદાર બાઇક ના બુકિંગ અને કિંમત માટે ની જાહેરાત કરવા માં આવશે
વધુ માહિતી માટે તમે આ website પર ક્લિક કરી ને જાહેરાત પછી માહિતી મેળવી શકશો : https://www.royalenfield.com/in/en/motorcycles/