- બંગાળી એક્ટ્રેસ રૂપા દત્તાએ મેળા, ઇવેન્ટ્સ અને ભીડવાળી જગ્યામાં લોકોના પાકિટ માર્યા
- શનિવારે કચરાપેટીમાં બેગ ફેંકનારી રૂપા દત્તાની પોલીસે શંકાને આધારે પુછપરછ કરી.
- કલકત્તાના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પાકિટ મારી એકઠા કરેલાં 75 હજાર મળી આવ્યા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનોરંજન । ‘જય માં વૈષ્ણોદેવી’ સિરિયલમાં નજરે પડેલી બંગાળી એક્ટ્રેસ રૂપા દત્તાએ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં લોકોના પાકિટ માર્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસ પુછપરછમાં રૂપા દત્તાએ કબૂલાત કરી હતી કે, મેળા, ઇવેન્ટ્સ અને ભીડવાળી જગ્યાઓમાં એણે લોકોના પાકિટ તફડાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020માં રૂપા દત્તાએ અનુરાગ કશ્યમ પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.
એક્ટિંગ એકેડમી ચલાવતી બંગાળની જાણીતી એક્ટ્રેસ રૂપા દત્તા હિન્દી સિરીયલ જય માં વૈષ્ણોદેવીમાં જોવા મળી હતી. વર્ષ 2020માં તેણે ડિરેક્ટર – પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મુકતી પોસ્ટ ટ્વિટર પર શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, અનુરાગ કશ્યપની નજરમાં કોઈ પણ મહિલાની કોઈ ઇજ્જત નથી. જે મને એના ગયા પછી ખબર પડી. માટે પાયલ ઘોષનો આક્ષેપ તદ્દન સાચો છે. અનુરાગ કશ્યપને કઠોરમાં કઠોર સજા મળવી જોઈએ, અને એ ડ્રગ્સ પણ લે છે. પોતાના આર્ટિસ્ટને પણ સપ્લાય કરે છે. NCB કૃપા કરીને તપાસ કરે. પોસ્ટ સાથે તેણે અનુરાગ કશ્યપ સાથે થયેલી વાતચિતના સ્ક્રિન શૉટ્સ પણ શેર કર્યા હતાં.
12 માર્ચને શનિવારના રોજ કચરાપેટીમાં બેગ ફેંકનારી એક શંકાસ્પદ મહિલાની પોલીસે પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન તે જાણીતી એક્ટ્રેસ રૂપા દત્તા હોવાનું સામે આવ્યું હતું. રૂપાના પર્સમાંથી પોલીસને અલગ અલગ પર્સનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ રોકડા રૂ. 75 હજાર મળી આવ્યા હતાં.
રૂપાએ કબૂલાત કરી હતી કે તાજેતરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ પુસ્તક મેળામાં તેણે લોકોના પર્સ તફડાવ્યા હતાં. આ અગાઉ પણ તેણે મેળા, ઇવેન્ટ્સ, અને ભીડવાળી જગ્યામાં પોકટમારી કરી છે. નોંધનિય છે કે, રૂપા પાસેથી મળી આવેલી ડાયરીમાં તેણે પોકટમારી કર્યા અંગેનો હિસાબ પણ મળી આવ્યો હતો.
(આજના ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ)
(આજનો Funrang જોક)
ચમન – યાર આ યુક્રેન અને રશિયાનું શું થશે?
અમન – એ વાત પછી… તને ખબર છે રશિયા અને યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટર કોણ છે?
ચમન – (અટવાઈને ચા વાળાને) દોસ્તોકી બે કટિંગ ચાય… યુદ્ધ વાત કરવા જેવી જ નથી… ચા પી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz