- 550 કરોડથી વધુના ખર્ચે બનેલી RRR સતત ત્રણ દિવસ 100 કરોડથી વધુ કમાનાર પહેલી ફિલ્મ બની.
- RRR હિન્દીએ ત્રણ દિવસમાં કરી 74.50 કરોડની કમાણી.
- સૂર્યવંશી, 83, ગંગુબાઈ કાઠિયાવાડી અને ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ છોડી RRR હિન્દીએ એક જ દિવસમાં કરી 30 કરોડની કમાણી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનોરંજન । એસ.એસ. રાજામૌલી દિગ્દર્શિત રામચરણ, જૂનિયર એનટીઆર, અજય દેવગણ, આલિયા ભટ્ટ અભિનિત RRR ફિલ્મે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. રિલિઝ થયાના પહેલા ત્રણ દિવસ (શુક્ર – શનિ – રવિ)ના રોજ 500 કરોડથી વધુની કમાણી કરનાર RRR પહેલી ભારતીય ફિલ્મ પ્રસ્થાપિત થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, RRR ફિલ્મ 550 કરોડથી વધુના બજેટમાં બનેલી ફિલ્મ છે.
તરણ આદર્શે કરેલી ટ્વિટમાં જણાવાયું છે કે, RRR ભારતની બિગેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં 500 કરોડથી વધુની કમાણી કરીને RRR ફિલ્મે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. RRR ફિલ્મે શુક્રવારના રોજ એટલે કે ઓપનિંગ ડે પર 257.15 કરોડ, શનિવારના રોજ 114.38 કરોડ અને રવિવારના રોજ 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સતત ત્રણ દિવસ સુધી 100 કરોડથી વધુ ગ્રૉસ બિઝનસ કરીને RRR અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સતત ત્રણ દિવસ 100 કરોડથી વધુનો બિઝનસ કરનારી એ પહેલી ભારતીય ફિલ્મ બની છે.
RRR તેલુગુએ ત્રણ દિવસમાં 126 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે તરણ આદર્શની અન્ય એક પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે RRR હિન્દીએ પહેલા દિવસ શુક્રવારે 24 કરોડ, શનિવારે 19 કરોડ અને રવિવારે 31.50 કરોડથી વધુની કમાણી કરી હતી. એકંદરે, RRR હિન્દીએ ત્રણ દિવસમાં (ફર્સ્ટ વિકેન્ડ) અત્યાર સુધી 74.50 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.
તરણ આદર્શના ટ્વિટ અનુસાર RRR હિન્દીએ રવિવારના રોજ 30 કરોડથી વધુનું કલેક્શન કરીને સૂર્યવંશી (26.94 કરોડ), 83 (17.41 કરોડ), ગંગુબાઈ કાઠિયાવાડી (15.30 કરોડ) અને ધ કાશ્મિર ફાઈલ્સ (15.10 કરોડ)ને પાછળ છોડી દીધી છે. સોમવારે પણ ફિલ્મ સારુ કલેક્શન કરશે એવી આશા તરણ આદર્શે વ્યક્ત કરી છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું… બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…
અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…
ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…
અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે… પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz