દક્ષિણ ભારતનું પાવરફૂલ કપલ ગણાતાં ઐશ્વર્યા અને ધનુષના લગ્ન વિચ્છેદથી ચાહકોને ઝટકો.
વર્ષ 2004માં પરણેલાં ધનુષ અને ઐશ્વર્યાના સંતાનના નામ છે યાત્રા અને લિંગા.
Mehulkumar Vyas. [9978918796]
Funorangjan | દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની દિકરી ઐશ્વર્યા અને અભિનેતા ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અણધાર્યો અંત આવ્યો છે. ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મિડીયા દ્વારા આ ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. પાવરફૂલ ગણવામાં આવતાં ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન વિચ્છેદથી ચાહકોને ભારે ઝટકો લાગ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત ઓક્ટોબર માસમાં સામંથા અને નાગા ચૈતન્નએ પણ છૂટાછેડા લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
18 નવેમ્બર 2004ના રોજ ધનુષ અને ઐશ્વર્યા લગ્નગ્રંથીએ જોડાયા હતાં. 18 વર્ષના દામ્પત્યજીવનમાં તેઓ બે સંતાન યાત્રા અને લિંગાના માતા – પિતા બન્યા છે. ઐશ્વર્યાના દિગ્દર્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘3’ નામની ફિલ્મમાં ધનુષે કામ કર્યું હતું. અને આ ફિલ્મનું કોલાવેરી ડી ગીત વર્ષ 2011નું હિટ સોંગ સાબિત થયું હતું.
અભિનેતા ધનુષ દ્વારા કરાયેલી ટ્વિટમાં જણાવાયું છે કે, અમે 18 વર્ષો સુધી મિત્રતા, દંપત્તિ, માતા – પિતા અને એકબીજાના શુભચિંતક બનીને વિકાસ, સમજણ તેમજ પાર્ટનરશિપની લાંબી સફર કરી છે. આજે અમે એવી જગ્યાએ આવીને ઉભા રહ્યાં છીએ કે અહીંથી અમારા રસ્તા અલગ અલગ થઈ રહ્યાં છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા માંગીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરશો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખશો.
ઐશ્વર્યાએ પણ ધનુષ જેવી પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, કેપ્શનની જરૂર નથી, માત્ર તમારી સમજણ અને પ્રેમની જરૂર છે.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગર મોં લટકાવીને ઉભો હતો, ત્યાં પકડું આવ્યો.
પકડું – શું થયું ટાઈગર?
ટાઈગર – અરે પેલી કામીની…
પકડું – પેલી બહુ બ્યુટીફૂલ છે એ.. ?
ટાઈગર – એ મને આવીને સ્ટાઈલ બોલી… મેરી હર એક સાંસ પર હર કોઈ મરતા હૈ…
પકડું – અરે વાહ… પછી…
ટાઈગર – પછી શું… મેં કીધું કોઈ સારી ટૂથપેસ્ટ વાપર… તો લાફો મારી દીધો… બોલ…
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz