- કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપનાર આલિયાને હાઈ રિસ્ક કેટેગરીમાં મુકી 14 દિવસ ક્વૉરેન્ટાઈન રહેવા આદેશ કરાયો હતો.
- ફિલ્મ પ્રમોશન માટે દિલ્હી જઈ અનેક લોકોનાં સંપર્કમા આવેલી આલિયા સામે કેસ કરવા મુંબઈ કોર્પોરેશનની સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષનો આદેશ.
ફનોરંજન. તાજેતરમાં કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપી હોવાને કારણે 14 દિવસ માટે હોમ ક્વૉરેન્ટાઈન થવાનો આદેશ મળ્યો હોવા છતાં, નિયમ તોડીને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે દિલ્હી ગયેલી અભિનેત્રી આલિયા ભટ્ટ સામે કેસ કરવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ, ઓમિક્રોન સંક્રમણના 32 જેટલાં કેસ સામે આવ્યા છે. એમાંય તાજેતરમાં કરણ જોહરના ઘરે આયોજિત પાર્ટીમાં એકઠાં થયેલાં લોકો પૈકી અભિનેત્રી કરીના કપૂર સહિતના લોકો કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં. આ મામલે વિવાદ સર્જાતા કરણ જોહરે સ્પષ્ટતા કરી હતી કે, મારા ઘરે માત્ર આઠ લોકો ભેગા થયા હતાં. જે પાર્ટી ના ગણી શકાય. જોકે, કોર્પોરેશન તંત્ર દ્વારા કરીના કપૂર, સીમા ખાન અને મહિપ કપૂરની ઇમારતને સીલ કરવામાં આવી હતી.
(સામાન્ય લોકો પર મનફાવે ત્યારે વિંઝાતી પોલીસ કર્મીની લાકડીનું શું કહેવું છે? સાંભળો આ વિડીયોમાં)
કરણ જોહર, આલિયા ભટ્ટ સહિતના અન્ય લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તકેદારીના ભાગરૂપે તેઓને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકી 14 દિવસ હોમ ક્વૉરેન્ટાઈન રહેવાનો આદેશ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતું. પરંતુ, તાજેતરમાં ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે આલિયા ભટ્ટ દિલ્હી પહોંચી હતી. હોમ ક્વૉરેન્ટાઈન રહેવાના આદેશનું ઉલ્લંઘન કરીને દિલ્હી પહોંચેલી આલિયા અનેક લોકોના સંપર્કમાં આવી હતી.
આ અંગે જાણ થતાં મુંબઈ મહાનગર પાલિકાની સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે આલિયા ભટ્ટ સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે. રાજુલ પટેલનું કહેવું છે કે, આલિયા ભટ્ટ લોકો માટે રોલ મૉડલ છે અને તેણે જવાબદારી પૂર્વક વ્યવહાર કરવાની આવશ્યકતા હતી. નિયમ બધાં લોકો માટે સરખા છે.
એકંદરે, આલિયા ભટ્ટ સામે આગામી દિવસોમાં કેસ નોંધાય તેવી શક્યતા છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg