કેમ જોવી?: માયથોલોજી અને સાયન્સના મિશ્રણથી બનેલી વાર્તાઓમાં રસ હોય તો!

કેમ ન જોવી?: નવ કલાક લાંબુ કૉન્ટેન્ટ જોઈ શકવાની ધીરજ ગુમાવી ચૂક્યા હો તો!

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ કેટલીક વેબસીરિઝ મોટી સરપ્રાઇઝ આપી જતી હોય છે! ‘દહન: રાકન કા રહસ્ય’ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રીલિઝ થયેલી આવી જ એક વેબસીરિઝ છે, જે નવ એપિસોડ જેટલી લાંબી હોવા છતાં અત્યંત રોચક અને રસપ્રદ છે. એક-એક કલાકના એપિસોડ પણ જ્યારે પ્રેક્ષકને તેની બેઠક સાથે જકડી રાખવા માટે મજબૂર કરી દે, ત્યારે મેકર્સ સફળ રહ્યા હોવાની સાબિતી આપોઆપ મળી જતી હોય છે.

આઇ.એ.એસ. ઑફિસર અવની (ટિસ્કા ચોપરા) વર્ષોથી લટકી પડેલાં શિલાસપુરા ગામ (રાજસ્થાન)ની ખાણના પ્રોજેક્ટને પૂરો કરવાનું કામ હાથમાં લે છે. શિલાસપુરામાં પાંચ હજાર વર્ષોથી કેટલીક માન્યતાઓ અને લોકવાયકા છે, જે અંતર્ગત તમામ ગામવાસી એક શિલાની પૂજા કરતાં હોય છે. માન્યતા છે કે જે દિવસે શિલામાં તિરાડ આવશે, એ દિવસે માયાવી રાક્ષસનો કહેર આખા ગામ ઉપર વરસી પડશે! ખાણનું કામ શરૂ કરવાથી ગામવાસીઓ ઉપર રાકન નામનો રાક્ષસ કબ્જો જમાવી લેશે એવી ધારણા છે. અવની આ બધા અંધવિશ્વાસમાં નથી માનતી અને તે ખાણનું કામ શરૂ કરાવે છે. ત્યારબાદ શરૂ થાય છે, એ ખૂની ખેલ જેની કલ્પના કોઈ નથી કરી હોતી!

ઘણાં સમય પછી એક એવી ભારતીય વેબસીરિઝ જોઈ, જેમાં જિયોલોજી, બાયોસાયન્સ, માયથોલોજી, સસ્પેન્સ-થ્રીલર, સાયકોલોજી, હૉરર અને સ્પીરિચ્યુલ એલિમેન્ટ્સનું મિશ્રણ હોય! શિલાની પૂજા-અર્ચના સંભાળનારા તાંત્રિક પ્રમુખના કિરદારમાં સૌરભ શુક્લા, ઇન્સ્પેક્ટરના કિરદારમાં રાજેશ તૈલંગ, મુકેશ તિવારી; અવનીના દીકરાના પાત્રમાં રોહન જોષીનો અભિનય કાબિલેદાદ છે. ડિરેક્ટર તરીકે વિક્રાંત પવાર અને જય શર્માએ પોતાના કેમેરાને એવી રીતે ન્યાય આપ્યો છે કે પ્રેક્ષકો આફરિન પોકારી જાય! આ પ્રકારની જ પરંતુ અતિશય નબળી કહી શકાય એવી વેબસીરિઝ ‘બેતાલ’ વર્ષો પહેલાં નેટફ્લિક્સ પર રીલિઝ થઈ હતી, જે શાહરૂખ ખાનના પ્રોડક્શન-હાઉસ રેડચીલિઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી હતી. ફક્ત ચાર એપિસોડની એ વેબસીરિઝ ‘દહન’ની સરખામણીએ તો સાવ ક્ષુલ્લક ગણી શકાય એવી હતી. ‘દહન’ શીર્ષક રાખવા પાછળનું તાત્પર્ય વાસ્તવમાં ખરેખર રહસ્યમય છે, જે અંગે ક્લાયમેક્સમાં જ ઘટસ્ફોટ થાય છે. ડુંગળીના પડની માફક ખૂલતી જતી આ વેબસીરિઝ શરૂઆતના ત્રણ એપિસોડમાં કદાચ ધીમી લાગી શકે, પરંતુ કંટાળો તો નહીં જ અપાવે. ભારતમાં ઝૉમ્બી વિષયક ઘણી ફિલ્મો બની છે. ‘ગો, ગોવા, ગોન’ એમાંની એક છે, પરંતુ માયથોલોજી અને સાયન્સના મિશ્રણ સાથે બનેલી ‘દહન’ કંઈક અલગ જ બિન્જ-વૉચ મટીરિયલ છે.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: આવતાં અઠવાડિયે બૉલિવૂડની ફરી પરીક્ષા થશે. દક્ષિણ ભારતીય સુપરહિટ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની રીમેક થિએટર્સમાં રીલિઝ થશે, જેમાં રિતિક રોશન અને સૈફ અલી ખાન જેવાં સ્ટાર્સનો અભિનય છે. જોવાનું એ રહ્યું કે ‘બ્રહ્માસ્ત્ર’ થકી બૉલિવૂડને મળેલી જીવાદોરીને ‘વિક્રમ વેધા’ આગળ લઈ જવામાં સફળ નીવડે છે કે નહીં!

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *