[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । ‘ફિલ્મ કમ્પેનિયન’ પરના એક ઇન્ટરવ્યુમાં થોડા જ સમય પહેલાં શેફાલી શાહે વ્યંગપૂર્ણ અંદાજમાં કહ્યું હતું કે, ‘મને મારી આખી કારકિર્દી દરમિયાન જેટલું કામ નથી મળ્યું, એટલું પાછલા એક વર્ષમાં મળ્યું છે!’ આ હકીકત છે. ઑટીટી પ્લેટફૉર્મના આગમન બાદ સારી વાર્તા અને શ્રેષ્ઠ કલાકારોની માંગ વધી છે. હવે પ્રેક્ષકો પર્ફોમન્સને આધારે ફિલ્મ અથવા વેબસીરિઝને પસંદ કરી રહ્યા છે, સુપરસ્ટારને આધારે નહીં! શેફાલી શાહે નેટફ્લિક્સ પર દિલ્હી ક્રાઇમ બાદ હૉટસ્ટાર પર હ્યુમન જેવી અફલાતૂન વેબસીરિઝ આપી છે. આજ વખતે તે અને વિદ્યા બાલન સંયુક્ત રીતે ઑટીટી પર તરખાટ મચાવી રહી છે.
એમેઝોન પ્રાઇમ પર ગઈકાલે રીલિઝ થયેલી ફિલ્મ ‘જલ્સા’ મુંબઈમાં વસવાટ ધરાવતાં બે અલગ-અલગ વર્ગના માણસોની વાર્તા છે. ખૂબ સફળ અને ઇમાનદાર જર્નલિસ્ટ માયા મેનન (વિદ્યા બાલન)ના ઘરે કામ કરતી રૂક્સાના (શેફાલી શાહ)ની દીકરી આલિયાને અડધી રાતે રેલ્વે-સ્ટેશનની બહાર કોઈ અમીરની કાર ઠોકર મારીને રવાના થઈ જાય છે. રૂક્સાના પોતાની દીકરીના ગુનેગારને શોધવા માટે જમીન-આસમાન એક કરે છે. એવામાં માયા મેનનના ઑનલાઇન ન્યૂઝ વેબ-પૉર્ટલ ‘વર્ડ’માં ઇન્ટર્ન રોહિણી જ્યોર્જ કામ કરવા માટે આવે છે અને તે ધીરે ધીરે સત્યની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે.
ઇકબાલ ખાન, માનવ કૌલ, રોહિણી હટ્ટંગડીને સ્ક્રીન પર જોવા એ લ્હાવો છે. વિદ્યા બાલન અને શેફાલી શાહે રાબેતા મુજબ પોતપોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવાની કોશિશ કરી છે. પરંતુ ફિલ્મની શરૂઆત અને કેટલાક દ્રશ્યો ખૂબ લાઉડ છે. કંટાળીને ટીવીનું વૉલ્યુમ સાવ ધીમું કરી નાંખવાનું મન થાય એ હાલત છે. બીજી બાજુ, સાવ શરૂઆતમાં આવતાં ફિલ્મની આખી ટેક્નિકલ ટીમના નામોનું લિસ્ટ પ્રેક્ષકને કંટાળો અપાવે છે, કારણકે શરૂઆતનો સમય પ્રેક્ષકને પોતાની બેઠક પર જકડી રાખવા માટે મહત્વનો પૂરવાર થતો હોય છે. અપરાધ, માનવતા, ઇમાનદારી અને ભ્રષ્ટાચાર જેવા પરિબળોથી ઘેરાયેલી વાર્તા બૉલિવૂડ માટે નવી નથી. આથી જ, ‘જલ્સા’ પણ પ્રેક્ષકના મગજમાં કોઈ ખાસ અસર નીપજાવી શકતી નથી. વળી, ક્લાયમેક્સ પણ સંપૂર્ણતઃ સંતોષજનક નથી. હવામાં અદ્ધર લટકાવી દેવામાં વાર્તા અને પાત્રો ફિલ્મને અંતે પ્રેક્ષકના મગજમાં નિરાશા જન્માવવાનું કામ કરે છે. સરવાળે સારે કાસ્ટ અને સુરેશ ત્રિવેણી જેવા એવરેજ ડિરેક્ટરનું કામ સાવ ખાડે ગયું હોય એવી અનુભૂતિ થાય. સૌથી મોટો નેગેટિવ પોઇન્ટ. ફિલ્મના શીર્ષક ‘જલ્સા’નો કોઈ અર્થ છેલ્લે સરતો નથી!
ક્લાયમેક્સ: ફિલ્મ-મેકર રામગોપાલ વર્માએ પોતાની ટ્વિટમાં કહ્યું એમ, ‘બોલિવૂડ હવે બે ભાગોમાં વહેંચાઈ જવાનું છે. કાશ્મીર ફાઇલ્સ પહેલાંનો સમય અને કાશ્મીર ફાઇલ્સ પછીનો સમય!’ અક્ષયકુમારને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે ‘કાશ્મીર ફાઇલ્સ’ને લીધે તેની પોતાની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને કેવડું મોટું આર્થિક નુકશાન જવાનું છે! આ લખાય છે ત્યાં સુધીમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ ૧૧૦ કરોડનો વકરો કરી ચૂકી છે અને ૩૦૦-૩૫૦ કરોડ રૂપિયાનો બૉક્સ-ઑફિસ બિઝનેસ કરે એવી શક્યતા છે. આથી આવનારા બે અઠવાડિયા સુધી રીલિઝ થનારી દરેક ફિલ્મો ઉપર નિષ્ફળતાની તલવાર તોળાવાની છે, એ નક્કી!
કેમ જોવી?: વિદ્યા બાલન અને શેફાલી શાહ જેવી બે અદ્ભુત અભિનેત્રીઓની જોડીને સ્ક્રીન પર સાથે જોવી હોય તો!
કેમ ન જોવી?: ચીલાચાલુ વાર્તાથી કંટાળી ગયા હો તો!
(આજનો Funrang જોક)
અમન – એવું કયું નામ છે જે અંગ્રેજી, હિન્દી અને ગણિત ત્રણેયમાં એક સાથે લખી શકાય?
ચમન – આટલું તો ખબર નથી ભાઈ…
અમન – વિનોદ…. V અંગ્રેજીમાં 9 (નો) ગણિતનો અને દ હિન્દીમાં….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz