કેમ જોવી?: દિલજીત દોસાંજના અભિનય અને વર્ષ ૧૯૮૪ના જૂન મહિનામાં ખેલાયેલા ખૂની ખેલથી વાકેફ થવા માટે!
કેમ ન જોવી?: દંગાફસાત અને હિંસક તોફાનોને લગતું કોઈ કૉન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની ઈચ્છા ન હોય તો!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વાઈરલ વિડીયો । વર્ષ ૧૯૮૪ના દંગાઓ ઉપર થોડા સમય પહેલાં ડિઝની પ્લસ હૉટસ્ટાર ઑટીટી પ્લેટફૉર્મ પર ‘ગ્રહણ’ નામની વેબસીરિઝ રીલિઝ થઈ હતી. ‘ઑપરેશન બ્લ્યુ સ્ટાર’ની એ ભયાવહ રાતો આજે ઑલમોસ્ટ ૪૦ વર્ષ બાદ પણ શીખ પરિવારોના હ્રદય હચમચાવી નાંખે છે. એ જ બેકડ્રોપમાં લખાયેલી વાર્તા એટલે ‘જોગી’. નેટફ્લિક્સ પર ગઈકાલે રીલિઝ થયેલી આ ફિલ્મનું ડિરેક્શન સફળ દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે કર્યુ છે. દિલજીત દોસાંજનો ધુઆંધાર અભિનય અને હ્રદયદ્રાવક વાર્તા આ ફિલ્મનો પ્રાણ છે.
૩૧ ઑક્ટોબર ૧૯૮૪. રાબેતા મુજબ, ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે સાથે બેઠેલો શીખ પરિવાર હસી-ખુશીથી નાસ્તો કરી રહ્યા છે અને પરિવારના જ એક સભ્યના બર્થ-ડે સેલિબ્રેશનની ચર્ચા ચાલી રહી છે. આ દ્રશ્ય જોતી વખતે હ્રદય આપોઆપ દ્રવી ઉઠે છે, કારણકે પ્રેક્ષકને ખ્યાલ જ છે કે જન્મદિવસની ઉજવણીના સ્વપ્નોમાં રાચી રહેલો આ પરિવાર બહુ જલ્દી અસહનીય કરૂણાંતિકાનો ભોગ બનવાનો છે. જોગી (દિલજીત દોસાંજ)નું જીવન અમુક જ કલાકોની અંદર છિન્નભિન્ન થઈ જાય છે.
હિતેન તેજવાણી, ઝીશાન આયુબના પાત્રો દિલજીત દોસાંજની માફક જ ખીલી ઉઠ્યા છે. નેતાના પાત્રમાં કુમુદ મિશ્રા ખલનાયક તરીકે સ્ક્રીન ઉપર ધૃણા પેદા કરવામાં સફળ રહ્યા છે. ફિલ્મ ધીમી ગતિએ ચાલતી હોવા છતાં પ્રેક્ષકને પોતાની બેઠક સાથે જકડી રાખે છે. ખાસ કરીને દિલજીત દોસાંજના અભિનય માટે દાદ આપીએ એટલી ઓછી પડે. સ્ક્રિપ્ટ લખવામાં રાઇટર્સ અલી અબ્બાસ ઝફર અને સુખમણિ સદાનાએ અત્યંત ધ્યાન રાખ્યું છે. જરૂર પૂરતાં સંવાદો સિવાય ફાલતુ લવારાને અહીં સ્થાન નથી આપવામાં આવ્યું. ગીતોને મૉન્ટાજ તરીકે દર્શાવીને વાર્તાને આગળ ધપાવવામાં આવી છે, જેથી ફિલ્મ ટિપિકલ બૉલિવૂડ ફ્રેમવર્કથી જુદી પડે છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર વર્ષ ૧૯૮૪નું વાતાવરણ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછીનો માહૌલ ઊભો કરવામાં સફળ નીવડ્યા છે. ઑવરઑલ, ઈતિહાસનું એક હ્રદયદ્રાવક પાનું ઉલેચવા માંગતા પ્રેક્ષકો માટે ‘જોગી’ જોવાલાયક ફિલ્મ ખરી!
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: ડિઝની પ્લસ હૉટસ્ટાર પર ટિસ્કા ચોપરા, સૌરભ શુક્લા અભિનીત વેબસીરિઝ ‘દહન’ પણ પરમ દિવસે જ રીલિઝ થઈ છે. કુલ ૯ માંથી ૫ એપિસોડ્સ જોઈ લીધા છે. સુપરનેચરલ અને ઝૉમ્બી પ્રકારના કૉન્ટેન્ટમાં રસ ધરાવતાં પ્રેક્ષકોને ખરેખર પસંદ પડે એવી સીરિઝ!
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.