• રાહુલ ભોળે – વિનીત કનોજીયા લિખિત – દિગ્દર્શિત ફિલ્મ લઠ્ઠાઓ સાથે અથવા પરિવારજનો સાથે જોવાનું ચૂકવા જેવી નથી.
  • વિકિડાનો વરઘોડો OTT પર જોવા કરતાં થિયેટરમાં ટોળું લઈને જોવાની અલગ જ મઝા છે… કારણકે, આ ફિલ્મ સ્કૂલ – કોલેજ કાળની યાદો તાજી કરાવે છે… તો સાથે લગ્નના બંધનમાં પતિ – પત્નીએ એકબીજાને આપવી જરૂરી એવી સ્પેસની સુંદર વાત રજૂ કરે છે.
  • વિકીડાનો વરઘોડો ફિલ્મ પર બોલીવુડના કોઈ પ્રોડ્યુસરની નજર પડે અને આ ફિલ્મ હિન્દીમાં બને તો નવાઈ નહીં.

[Funrang Founder / Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

ફનોરંજન

ગુજરાતી ફિલ્મ જગત હવે એક નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે. ફિલ્મ મેકર્સ ખૂબ ચિવટપૂર્વક અવનવાં વિષયો પર ફિલ્મો બનાવી રહ્યા છે. જોકે, કરકસર માટે જાણીતા ગુજરાતીઓ ખૂબ ઓછી ફિલ્મોને ઉમળકાભેર વધાવી લેતાં હોય છે. આવી જ એક ફિલ્મ હાલ થિયેટર્સમાં રજૂ થઈ છે વિકીડાનો વરઘોડો… આ ફિલ્મ નખશીખ શુદ્ધ શાકાહારી મનોરંજન પીરસે છે. તો સાથે વિકીડો મલકાવતાં મલકાવતાં અલક મલકના લોકમાં લઈ જાય છે. હાલ ત્રીસી વટાવી ચૂકેલા પરણીતોએ આ ફિલ્મ ખાસ જોવી કારણકે, આ ફિલ્મમાં સ્કૂલ – કોલેજ કાળની યાદો તાજી થવા સાથે પતિ – પત્નીએ એકબીજાને આપવી જરૂરી એવી સ્પેસની વાત છે… ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે સાથે ઇમોશન્સ પણ છે અને પરિસ્થિતિઓ એક્શન પૂરી પાડે તેવી છે.

રાહુલ ભોળે – વિનીત કનોજીયા લિખિત – દિગ્દર્શિત આ ફિલ્મની કથાનો ટૂંકસાર એવો છે કે, ભાવનગરના ગાંઠીયા કિંગ મનસુખ (અવિનાશ પ્રપન્ના) અને શ્રીમતિ ગાંઠીયા કિંગ (અનુપમાના લીલાબા ફેઈમ અલ્પના બુચ)ના સુપુત્ર ચિં. વિકીડા (મલ્હાર ઠાકર) અને ખુંખાર રાજકારણી (ચૈતન ધૈયા)ની સુપુત્રી અનુશ્રી (એમ. મોનલ ગજ્જર)ના લગ્નની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યાંથી વાત શરૂ થાય છે જાનૈયાઓથી વાતનો પ્રારંભ થાય છે જોકે, ખુંખાર રાજકારણીને કારણે જાનૈયા જાણે માંડવીયા હોય એવું પ્રતિત થાય છે. નોંધનિય છે કે, શરૂઆતનો સિન તો સિનેમેટોગ્રાફર સુમન શાહુ દ્વારા કમાલથી શૂટ કરાયો છે.

વિકીડો અને અનુશ્રી એકબીજાને ખુલ્લાદીલથી વાત કરીને લગ્નજીવન તરફ આગળ વધવાનો નિર્ણય કરે છે. ત્યાં વિકીડાની સ્કૂલ કાળની ગર્લફ્રેન્ડ રોશની (જીનલ બેલાની) પ્રગટ થાય છે. એને જોયા બાદ વિકાડાને જીવનનો પહેલો પ્રેમ યાદ આવે છે. છોકરીઓથી દૂર રહેવાની નેમ ધરાવતાં હનુમાનદાદાના ભક્ત એવાં લઠ્ઠા ગેંગનો પ્રમુખ પ્રેમમાં ફસડાય છે. અને મોટાભાગના લોકોના જીવનમાં સ્કૂલકાળમાં થયેલો પહેલો ક્રશ અને સ્કૂલકાળની ધિંગામસ્તી નજર સામે તરી આવે છે. લગ્નટાણે રોશનીના પ્રાગટ્યથી અંધારામાં ધકેલાયેલા વિકીડાને હજી બહાર નિકળવામાં સમય લાગી રહ્યો હોય છે ત્યાં એની કોલેજ કાળની પ્રેમિકા વિદ્યા (માનસી રાચ્છ) સામે આવે છે.

અનુશ્રી સાથે પરિણયના પંથે ડગ માંડવામાં ગણતરીનો સમય રહ્યો હોય છે ત્યારે સામે આવેલાં ભૂતકાળને કારણે વિકીડો અટવાયેલો હોય છે અને ત્રણ ત્રણ છોકરીઓ વચ્ચે ફસાયેલો વિકીડો કેવી રીતે આગળનો રસ્તો મેળવે છે? એ ફિલ્મના અંત ખૂબ જ ભાવનાત્મક રીતે સામે આવે છે. જેમણે પ્રેમમાં દગો પ્રાપ્ત કર્યો હોય… અથવા તો જે પતિ પરણ્યા બાદ પત્નીના પ્રેમમાં પડ્યો હોય કે પત્ની પરણ્યા બાદ પતિના પ્રેમમાં પડી હોય… એવા તમામ સંજોગો ધરાવતાં લોકોની આંખમાં આંસુના ટપકાં પડાવી દે એવો ક્લાઈમેક્સ છે.

ફિલ્મમાં મનોરંજન ભરપૂર છે, જોકે, આ ફિલ્મ હાસ્યનું હુલ્લડ નથી… કારણ વગરના જોક્સ નથી… પરિસ્થિતિઓ જ એવી હોય છે અને સાથે પરિવારજનો પણ એવાં છે કે એમના કારણે પ્રેક્ષકનું મુખ મલકાઈ જાય… આ ફિલ્મ પર બોલીવુડના કોઈ પ્રોડ્યુસર – ડિરેક્ટરની નજર પડે તો જરૂર એની હિન્દી આવૃત્તિ બને તેવો વિષય છે. રાહુલ ભોળે અને વિનીત કનોજીયા એ કલાકારો પાસેથી ખૂબ સારું કામ કઢાવ્યું છે… ખાસ તો મલ્હાર ઠાકરને એક નવા જ અવતારમાં આપણી સામે મુક્યો છે. જોકે, બે – ચાર કલાકારોને બાદ કરતાં તમામ જાણીતા – અજાણ્યા કલાકારો ખૂબ જ મઝા કરાવે છે….

ફિલ્મની માણવા જેવી સારી બાબતો ઘણી છે… જોકે, ઋટીઓ પણ છે… જેમ કે, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ બધાં જાણે એક ગામમાં હોય એવું લાગે છે. વડોદરાનો હજીરો અમદાવાદમાં બતાવાયો છે. જેની પાછળ કદાચ કોઈ ટેક્નિકલ કારણો હોઈ શકે… માર્વેલ્સ ફેન્સ નહીં જોયેલા ગ્રહ પરની વાતો સાચી માની લે છે એમણે આ ભૂલને માફ કરી દેવી… બીજી ભૂલ ઘણાં બધાં સિન્સમાં એક્ટર્સના ચશ્મામાં લાઈટ્સ દેખાય છે એ જણાય છે… જોકે એનાથી પણ વાર્તાના પ્રવાહમાં કોઈ ફેર પડતો નથી…

છેલ્લે ચેતન ધનાનીને ભૂલવો અક્ષમ્ય અપરાધ ગણાશે… એના ગીતો અમર ખંધાનું મ્યુઝિક અને મનન દેસાઈની જતી રહેજે પણ માણવા લાયક છે… ચિરાયુ મિસ્ત્રી, હરીકૃષ્ણ દવે, અનંત વેલાણી, ભૌમિક આહીર, ઋષિ મહેતા અને ખાસ તો વૈભવ બિનીવાલેનું કોમિક ટાઈમિંગ મિસ કરવા જેવું તો નથી જ…

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *