• દિગ્દર્શક ધર્મેશ મહેતા ‘શેમારૂ મી’ ઑટીટી પ્લેટફૉર્મ માટે ‘યમરાજ કૉલિંગ’ વેબસીરિઝ લઈને આવ્યા છે.
  • ‘યમરાજ કૉલિંગ’ પણ અધધ સંદેશો આપતી કે ભારેભરખમ તત્વચિંતનની વાતો કરતી વેબસીરિઝ નથી.

[Funrang Founder & Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ સમય અને સથવારો એ બંને હાથમાંથી સરી પડતી રેતી જેવાં છે! પોતાના પાસે હોય ત્યાં સુધી મૂલ્ય ન સમજાય અને વહી ગયા બાદ પારાવાર પશ્ચાતાપ સિવાય કંઈ શેષ ન રહે. ગુજરાતી ફિલ્મ અને વેબવર્લ્ડમાં પારિવારિક વાર્તાઓના જોરે જેમણે પોતાનું સ્થાન જમાવ્યું છે, એવા દિગ્દર્શક ધર્મેશ મહેતા ‘શેમારૂ મી’ ઑટીટી પ્લેટફૉર્મ માટે ‘યમરાજ કૉલિંગ’ વેબસીરિઝ લઈને આવ્યા છે. આમ તો ઘણાં સમયથી વૉચ-લિસ્ટમાં રાખી હતી, પરંતુ સમયના અભાવે અને સતત પ્રવાસના લીધે જોવાની રહી જતી હતી. ભૂતકાળમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ભાગ બકુલ ભાગ’ સહિત અનેક હિન્દી-મરાઠી ટીવી શૉ અને ‘પપ્પા, તમને નહીં સમજાય’, ‘ચીલઝડપ’ જેવી ગુજરાતી ફિલ્મો બનાવીને ખરા અર્થમાં એમણે પારિવારિક મનોરંજન પીરસવાનું કામ કર્યુ છે. તારક મહેતા સીરિયલના શરૂઆતના ૫૦૦ એપિસોડ્સ ધર્મેશભાઈ દિગ્દર્શિત છે, જેના ઉપરથી સમજી શકાય કે હાસ્યરસ પર એમની કેટલી પકડ હશે! ‘યમરાજ કૉલિંગ’ પણ અધધ સંદેશો આપતી કે ભારેભરખમ તત્વચિંતનની વાતો કરતી વેબસીરિઝ નથી, પરંતુ હળવી શૈલીમાં જીવન જીવવાનો મર્મ સમજાવી જતી વાર્તા છે.

કાઠિયાવાડમાં ભૂલો પડ મારા ભગવાન! લેખક ભાર્ગવ ભરત ત્રિવેદી અને ડિરેક્ટર ઉપરાંત એડિશ્નલ સ્ક્રીનપ્લે રાઇટર ધર્મેશ મહેતાનું કથાવિશ્વ આજ વખતે સૌરાષ્ટ્રનું રંગીલું શહેર રાજકોટ છે. વર્ષોથી વીમા-પૉલિસી વેચતાં અમર મહેતા (દેવેન ભોજાણી)ને એક રાતે ખબર પડે છે કે તેનો સમય હવે પૂરો થયો છે, યમરાજ (મનન દેસાઈ) બારણે ટકોરા મારી રહ્યા છે, ફાની દુનિયાને છોડીને જવાનો વખત પાકી ગયો છે! પણ અમર મહેતા તૈયાર નથી, કારણ? ભવિષ્યની ચિંતાઓ અને સપનાઓ. પોતાના પપ્પા (દીપક ઘીવાલા) માટે મોટો બંગલો, પત્ની માનસી (નિલમ પાંચાલ) માટે ૧૦ તોલા સોનાનો હાર, દીકરા અભિ (મીત વ્યાસ) માટે ભવ્યાતિભવ્ય ક્લિનિક અને દીકરી – રેડિયોજૉકી વ્યોમા (મેઝલ વ્યાસ)ના ધામધૂમથી લગ્ન. આ તમામ એષણાઓ પૂરી કરવા માટે ખાવા-પીવાનું ભાન રાખ્યા વગર રાત-દિવસ દોડ્યે રાખતાં અમરને અહેસાસ થાય છે કે આખી જિંદગી જે હેતુ માટે ભાગ્યા, એ તો પૂરો થવાનો નથી. મૃત્યુ હવે હાથવેંત છેટું છે!

પાછલાં વર્ષોમાં સંબંધોના સત્ય અને તેની મહત્તા વિશે વાત કરતી ફિલ્મો અને વેબ-શૉ આવ્યા જ છે. દાખલા તરીકે, ‘ચાલ જીવી લઈએ’. ખુદ ધર્મેશ મહેતા પણ બાપ-દીકરાના સંબંધો પર આધારિત ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય’ બનાવી ચૂક્યા છે. પરંતુ ‘યમરાજ કૉલિંગ’ એ બધાથી અલગ છે. નશ્વર સમયને શાશ્વત સમજી બેસતાં પુષ્કળ લોકો આજુબાજુના સમાજમાં આજે પણ જોવા મળે છે, જેમને હંમેશા એવું જ લાગે છે કે નિવૃત્ત થયા પછી શાંતિથી પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરીશું. પૈસો જરૂરી છે, પણ પરિવારના ભોગે? કાલ કોઈએ દીઠી નથી, ને છતાંય આપણે કેટલા વધુ પડતાં વિશ્વાસ સાથે એવું ધારી લઈએ છીએ કે ભવિષ્ય મુઠ્ઠીમાં છે, આયોજિત છે! અરે, આવનારી બીજી ક્ષણમાં શું થવાનું છે, એ નથી ખબર ને આયોજનો દાયકાઓ સુધીના તૈયાર હોય છે. બેશક, ભવિષ્યના નાના-મોટા ખર્ચા અને દર્દ-ઇલાજ માટે સીમિત ભંડોળ એકઠું કરવું જરૂરી છે પરંતુ સીમારેખા નક્કી હોવી જોઈએ. સ્વાસ્થ્યના ભોગે સ્વાસ્થ્ય-સંબંધી ચિંતા કરીને હૉસ્પિટલ માટે બચત કર્યે રાખવી એ તો મૂર્ખામી ગણાય. કેટલીક વખત સાવ ‘સ્વિચ ઑફ્ફ’ થઈને દુનિયાથી અલિપ્ત થઈ જવામાં શું મજા છે, એ તો માણો તો જ ખ્યાલ આવે!

સીરિઝના નબળા પાસાંઓમાં ડબિંગ અને સંવાદ ગણી શકાય. કલાકારોની ટોળીએ પોતાના વાણી-વર્તન અને લહેજા પર ખાસ્સું કામ કર્યુ છે, એ દેખાઈ આવે છે પરંતુ ડબિંગમાં આવી ગયેલાં કૃત્રિમપણાને લીધે કેટલીક વખત રસભંગ થાય છે. આમ છતાં, દેવેન ભોજાણીને ગુજરાતી વેબસીરિઝ અને એ પણ કાઠિયાવાડી પાત્રમાં જોવાનો જલ્સો લેવા જેવો ખરો! ‘બા, બહુ ઔર બેબી’નો ગટ્ટુ આજની તારીખે પણ મારા હ્રદયમાંથી ભૂંસાયો નથી. જોકે, એ પછી તો એમણે ઘણી ફિલ્મો અને ટીવી શૉ કર્યા. થોડા મહિના પહેલાં જ ઑફ્ફ-એર થયેલાં એમના ‘ભાખરવડી’ શૉ ટેલિવિઝન પર ટોચનું સ્થાન મેળવ્યું હતું. અમર મહેતાના પાત્રને એમણે જીવી જાણ્યું છે. બીજી બાજુ દીપક ઘીવાલા, નિલમ પાંચાલ, મેઝલ વ્યાસ અને મીત વ્યાસ પણ ખીલ્યાં છે. સરળ, સાદી અને સીધી વાત માંડતી આ વેબસીરિઝ ગુજરાતના એ દરેક પરિવારે જોવા જેવી છે, જેમના ઘરના મોભી રાત-દિવસ બસ ભવિષ્યની ચિંતા અને સંતાનોની જિંદગી વિશે વિચારવામાં જ પોતાનો સમય ખર્ચી નાખે છે!

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: ઋષિ કપૂર અભિનીત આખરી ફિલ્મ ‘શર્માજી નમકીન’ હવે એમેઝોન પ્રાઇમ પર આવી ચૂકી છે અને સાથોસાથ, બૉલિવૂડની પહેલીવહેલી સુપરસૉલ્જર ફિલ્મ ‘અટેક’નો પહેલો ભાગ થિયેટરમાં!

કેમ જોવી?: પારિવારિક મૂલ્યોનું મહત્વ સમજવા માટે!

કેમ ન જોવી?: મૃત્યુ પામતાં પહેલાંના સમયની ક્ષણભંગુરતા સમજાવતી વાર્તાઓ અગાઉ જોઈ ચૂક્યા હો તો!

(આજનો Funrang જોક)

અમન – તકલીફ કોને કહેવાય?

ચમન – જેને સમજો એને….

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *