કેમ જોવી?: ‘સમય’ જેવા અદ્ભુત વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને ટાઈમ-ટ્રાવેલિંગ સિવાયના વિષયો પર પણ કેટલી સુંદર ફિલ્મ બની શકે એ જાણવું અને માણવું હોય તો!
કેમ ન જોવી?: ડિસ્ટૉપિયન ફિલ્મો પસંદ ન આવતી હોય તો!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । નેટફ્લિક્સ પર નવીસવી રીલિઝ થયેલી ફિલ્મોમાં રેન્ડમલી સ્ક્રૉલ કરતાં કરતાં ગઈકાલે મને એક ખજાનો મળ્યો. ફિલ્મનું નામ છે: પેરેડાઈઝ! હિન્દી ભાષામાં પણ ડબ થયેલી છે એ ડિસ્ક્લેઈમર સાથે વાત શરૂ કરું છું. પેરેડાઈઝનો ગુજરાતી અર્થ થાય – સ્વર્ગ! ડિસ્ટૉપિયન કહી શકાય એવી આ ફિલ્મમાં ભવિષ્યના એક એવા વિશ્વની કલ્પના કરવામાં આવી છે, જેમાં સમય ખરીદી શકાય છે! કોઈ એક વ્યક્તિના જિંદગીના વર્ષો તેની મરજીથી બીજી વ્યક્તિને આપી શકાય! અને ધનવાન – અમીર વ્યક્તિ પોતાના ખર્ચે જીવનનાં વર્ષોમાં વધારો કરી શકે.
‘ઈયોન’ નામની બાયોટેક કંપનીએ એક એવી ટેક્નોલોજીની શોધ કરી છે, જેમાં એક વ્યક્તિની જિંદગીના વર્ષો તેના ડી.એન.એ. અર્થાત્ રંગસૂત્રોની મદદથી બીજી વ્યક્તિને આપી શકાય. આ ટેક્નોલોજી હવે એક ધમધીકતો ધંધો બની ગઈ છે. લોકો પોતાના જીવનની લાઈફસ્ટાઈલ સુધારવા માટે પાંચ-દસ વર્ષો અમીરોને આપી દે છે અને સામેથી કરોડૉ રૂપિયા મેળવીને પોતે અમીર બની જાય છે. મેક્સ અને એલેના નામનું એક સુંદર યુવાન દંપતી શાંતિથી અને સુખેથી પોતાની જિંદગી જીવી રહ્યું છે. મેક્સ પણ ‘ઈયોન’માં જ કામ કરી રહ્યો છે. અચાનક એક દિવસ એમના જીવનમાં મોટી આપત્તિ આવે છે અને પરિસ્થિતિ એવી સર્જાય છે કે તેની પત્ની એલેનાએ પોતાના જીવનમાં ચાલીસ વર્ષો અન્યને આપી દેવા પડે છે! સાથોસાથ, એક પછી એક અનેક રહસ્યો ખૂલતાં જાય છે. આખરે શું છે ‘ઈયોન’નું રહસ્ય? શું મેક્સ પોતાની પત્નીને બચાવી શકશે?
પેરેડાઈઝ એક એવી જર્મન ફિલ્મ છે, જેનું જૂન મહિનામાં મ્યુનિચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ યોજાયું હતું. ‘પેરેડાઈઝ’ શીર્ષક આ ફિલ્મ શા માટે યોગ્ય છે, તે અંગે મારા પ્રતિભાવો સ્પષ્ટ છે. મેકર્સ વાસ્તવમાં પ્રેક્ષકને એ વિશ્વમાં લઈ જાય છે, જ્યાં સ્વર્ગના સ્વપ્નો દેખાડીને નર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. સમાજ, વ્યક્તિ અને સમૂહને થઈ રહેલાં અન્યાયો અને પૈસાને આધારે થઈ રહેલાં ભેદભાવો એ આ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે. એક અસંતુલિત સોસાયટી અથવા સમાજમાં કેવા પ્રકારની સમસ્યાઓ અને પડકારો સર્જાઈ શકે એનું આબેહૂબ ચિત્રણ છે, પેરેડાઈઝ! આ વીક-એન્ડમાં અચૂક જોવા જેવી ફિલ્મ. મજા પડશે એની ગેરંટી.
bhattparakh@yahoo.com
THIS WEEK ON OTT
1) નેટફ્લિક્સ – ગન્સ એન્ડ ગુલાબ
2) એમેઝોન પ્રાઈમ વીડિયો – એ.પી.ધિલ્લો: ફર્સ્ટ ઑફ અ કાઈન્ડ
3) જિયો સિનેમા – તાલી, ‘ફ’ સે ફેન્ટસી (સિઝન-2)
4) ઝી ફાઈવ – દુરગંગા (સિઝન-2)
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.