- અમેરિકાના મિયામી સ્થિત મૉલમાં જાણીતી પ્લેબૉય મૉડલ ફ્રાંસિયા જેમ્સનો પ્રેંક.
- No-Nut November ચેલેન્જ માટે મૉલના યુવાનોને અખરોટ વ્હેચવા ગઈ હતી.
- મૉલમાં યુવાનોને અખરોટ વ્હેંચતી ફ્રાંસિયા જેમ્સને સિક્યુરિટીએ બહાર કાઢી.
Gajab News. અમેરિકાના મિયામી સ્થિત એક મૉલમાં જાણીતી પ્લેબૉય મૉડલ ફ્રાંસિયા જેમ્સ કપડાં પહેર્યા વગર માત્ર બોડી પેઈન્ટ કરાવીને No-Nut November ચેલેન્જ અંતર્ગત યુવાનોને અખરોટ વ્હેંચવા પહોંચી ગઈ હતી. દૂરથી ટાઈટ કપડાં પહેર્યા હોય એવી જણાતી મૉડલે ખરેખર કંઈ જ પહેર્યું નથી આ વાત ધ્યાને આવતાં મૉલના સિક્યુરિટીએ મૉડલને બહાર કાઢી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ફ્રાંસિયા એડલ્ટ મૉડલ છે અને તે છાશવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી હોય છે. અગાઉ પણ તેણે જાહેર જગ્યાઓ પર અજબ ગજબની હરકતો કરી છે.
નવેમ્બર માસમાં અમેરિકન સોશિયલ મિડીયા પર No-Nut November ચેલેન્જ શરૂ થઈ હતી. આ સોશિયલ મિડીયા ચેલેન્જમાં લોકો કોઈ પણ પ્રકારના શારિરિક સંબંધથી બચીને પોતાની ઇચ્છાઓ પર સંયમ રાખતાં હતાં. ગત તા. 21 નવેમ્બરના રોજ ફ્રાંસિયા જેમ્સ No-Nut November ચેલેન્જનો વિડીયો બનાવવા માટે મૉલમાં પહોંચી હતી.
ફ્રાંસિયાએ પોતાના શરીર પર એવી રીતે બોડી પેઇન્ટ કરાવ્યું હતું કે જાણે તેણે ટાઈટ કપડાં પહેર્યા હોય. રૉયલ સૈનિક જેવી દેખાતી નટક્રેકર ડૉલના વેશનું બોડી પેઈન્ટ કરાવીને તેણે મૉલમાં પહોંચીને યુવાનોને અખરોટ વ્હેંચવાનું શરૂ કર્યું હતું.
ફ્રાંસિયા કપડાં પહેર્યા નથી એ વાત ધ્યાને આવતાં મૉલના સિક્યુરિટી કર્મીઓ અચંબિત થઈ ગયા હતાં. તેમણે તરત જ મૉડલને બહાર હાંકી કાઢી હતી. વિડીયોમાં મૉડલ કહે છે કે, મને વિશ્વાસ નથી આવતો કે ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલાં આ વિડીયોને અત્યાર સુધી 17 લાખ જેટલાં લોકોએ જોયો છે.
(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)
મેહુલ નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…
નટુ નમસ્કાર… હું ખાંટુ નટુ… સમાચાર જણાવીશ નટ્સના..
મેહુલ નટ્સ એટલે અખરોટ… બરોબર…
નટુ હા… અમેરિકાના મિયામી ખાતે આવેલા એક મૉલમાં મહિલા કપડાં પહેર્યા વિના પહોંચી ગઈ…
મેહુલ નટુ… નટુ… કેવા સમાચાર જણાવે છે… એડલ્ટ વાતો નહીં…
નટુ અરે આ ન્યૂઝમાં એડલ્ટ કશું જ નથી… પ્લોબૉયની મૉડલ ફ્રાંસિયા જેમ્સે નો-નટ નવેમ્બર ચેલેન્જ ઉપાડી હતી.
મેહુલ નો-નટ નવેમ્બર ચેલેન્જ એ શું છે?
નટુ અમેરીકાના સોશિયલ મિડીયામાં ગયા મહિને આ ચેલેન્જ લોકો સ્વિકારતાં હતાં. અને શારિરીક સંબંધ અંગે સંયમ દર્શાવતા વિડીયો બનાવતાં હતાં.
મેહુલ અચ્છા… સંયમની વાત છે… પણ મૉડલ કપડાં પહેર્યા વિના ગઈ એમાં…
નટુ મૉડલે કપડાં નહોતા પહેર્યા પણ એણે શરીર પર કપડાં જેવું પેઇન્ટિંગ કર્યું હતું. કોઈ રૉયલ ઢીંગલી જેવું… દૂરથી તો એવું જ લાગે કે જાણે એણે સરસ કપડાં પહેર્યા છે, પણ નજીક જનારને ખ્યાલ આવે કે… ઓ બાપ રે…
મેહુલ તું માપમાં રહે… સમાચાર પર ફોકસ કર… મૉડલ પર નહીં…
નટુ ઓકે.. મૉલમાં એ યુવાનોને નો-નટ નવેમ્બર કહીને અખરોટ વહેંચી રહી હતી. ત્યાં મૉલની સિક્યુરિટીવાળાના ધ્યાનમાં આવ્યું કે… દયા કુછ ગરબડ હૈ…
મેહુલ કેરેક્ટર ના બદલ… નટીયા…
નટુ અરે હા… સિક્યુરિટીને ધ્યાનમાં આવ્યું એટલે… મૉડલને ધક્કા મારી બહાર કાઢી મૂકી…
મેહુલ ઠીક છે… તો આ સમાચાર બાબત તારા સૂત્રોનું શું કહેવું છે?
નટુ મારા અમેરિકન સૂત્રોનું કહેવું છે કે, સિક્યુરિટીવાળાને મૉડલે કપડાં નહોતાં પહેર્યા એની સામે વાંધો નહોતો… એમને વાંધો હતો કે એ નાનાં અખરોટ વહેંચી રહી હતી.
મેહુલ બસ.. નટીયા… ખટપટીયા…
નટુ અરે એક મીનીટ… જો આપને વડોદરાના ન્યૂઝ વાંચવા હોય તો, વેબસાઈટ મેઈલ વડોદરા ડોટ કૉમની પર જરૂર જાવ… મેઈલ વડોદરા ડોટ કૉમ ભૂલતાં નહીં…
મેહુલ હું હમણાં જ વેબસાઈટ ઓપન કરું છું… નટીયા આભાર…
નટુ થેન્ક્યુ વેરી વેરી વેરી…
મેહુલ મચ…