Feng Shui. ભાગ્યને ચમકાવવા માટે અરીસાને કેવી રીતે લગાડવો જોઈએ? એ અંગે ફેન્ગશુઈ દ્વારા કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે. ફેન્ગશુઈ પ્રમાણે અરીસો એવી ચીજ છે, જેમાં ઘણી સમસ્યાઓનું સમાધાન સંતાયેલું છે. અર્થાત્ અરીસાને કારણે અશુભ પરિણામોને શુભ પરિણામોમાં બદલી શકાય છે.
ફેંગશૂઈ પ્રમાણે, જો કોઈ વ્યક્તિને ભાગ્ય સાથ ના આપતું હોય ત્યારે તેણે અરીસાનો પ્રયોગ કરવો જોઈએ. સૌથી પહેલાં પોતાની પસંદગીનો અરીસો ખરીદવો, ત્યારબાદ ઇશાન ખૂણામાં ઉત્તર અને પૂર્વની દીવાલ પર એને લગાડી દેવો. માન્યતા એવી છે કે, આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આજકાલ દુકાનો અને શૉરૂમની છત પર અરીસો લગાડવામાં આવતાં હોય છે. દુકાન અને શૉરૂમની છતમાં ઇશાન અને મધ્યમાં અરીસો લગાડવો જોઈએ નહીં. છતનાં અન્ય ભાગમાં અરીસો લગાડવાથી આવકમાં વૃદ્ધિના યોગ સર્જાય છે. વેપારના સ્થળ પર દરવાજા તરફની દિવાલ પર છતની નીચે ગોળ અરીસો લગાડવાથી પણ આવક વૃદ્ધિ થાય છે.
હાલના સમયમાં મકાનો તેમજ વેપારના સ્થળોએ ચમકતાં સંગેમરમર કે ગ્રેનાઈટની ફર્શ લગાડવામાં આવતી હોય છે. આ ફર્શ પર અરીસા જેવો જ પ્રભાવ ઉત્પન્ન કરે છે, તેથી જ જીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માટે ઈશાન ખૂણા સિવાયના તમામ ભાગમાં આવી ચમકીલી ફર્શને કોઈ પણ સામાન કે કારપેટ દ્વારા ઢાંકીને રાખવી જોઈએ. એમ કરવાથી દરેક પરિસ્થિતિમાં લાભ પ્રાપ્ત થાય છે અને આવકના નવા રસ્તા ખુલે છે.
ફેંગશુઈ પ્રમાણે ઘરના રૂમોમાં દરવાજાની પાછળ અરીસો લગાડવો જોઈએ નહીં. જો દરવાજો ઈશાન દિશા તરફ હોય, તો ત્યાં અરીસો લગાડી શકાય છે. શુભ દિશાઓમાં કોણવૃદ્ધિ અને અશુભ દિશાઓમાં કોણક્ષય માટે અરીસાનો પ્રયોગ કરવામાં આવે છે.
Information Source – www.navbharattimes.indiatimes.com
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.