- અમેરિકાના શિકાગોથી આઈસલેન્ડ જતી સ્કૂલ ટીચર મારીસા ફોટિયોએ 4 કલાક ફ્લાઈટના બાથરૂમમાં વિતાવ્યા.
- પ્લેનમાં ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે મારીસા કોરોના પોઝિટીવ જણાઈ આવી હતી.
- અન્ય મુસાફરોની સુરક્ષા માટે મહિલાને બાથરૂમમા આઈસોલેટ કરવામાં આવી.
- બાથરૂમમાંથી મારીસાએ ઉતારેલો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો.
Mehulkumar Vyas. (9978918796)
Khantu Natu. તાજેતરમાં અમેરિકાના શિકાગોથી આઈસલેન્ડ જતી મહિલા યાત્રી ઉડતા પ્લેનમાં કોરોના પોઝિટીવ જણાઈ આવી હતી. જેને પગલે અન્ય મુસાફરોની સુરક્ષા માટે મહિલાને બાથરૂમમાં આઈસોલેટ કરવામાં આવી હતી. લગભગ 4 કલાકની મુસાફરી બાથરૂમમાં કરનાર મહિલાએ તેનો વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો હતો. જે વાઈરલ થયો છે.
સ્કૂલ ટીચર મારીસા ફોટિયો શિકાગોથી આઈસલેન્ડ જતી ફ્લાઈટમાં બેઠી હતી. પ્લેન એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થઈ રહ્યું હતું ત્યાં મારીસાને અચાનક તબિયત બગડી હોવાનું લાગ્યું હતું. કોરોનાના લક્ષણો હોવાની આશંકા સાથે તેણે ફ્લાઈટના કર્મચારીઓને જાણ કરી હતી.
ફ્લાઇટમાં ઉપલબ્ધ રેપિડ ફ્લો ટેસ્ટ કરવામા આવતાં તે પોઝિટીવ જણાઈ આવી હતી. જેને પગલે મારીસાએ બાથરૂમમાં આઇસોલેટ થવાનું કર્મચારીઓને જણાવ્યું હતું. ત્યારબાદ લગભગ 4 કલાક તેણે બાથરૂમમાં રહીને હવાઈ યાત્રા કરી હતી.
મારીસાએ મીડીયાને જણાવ્યુ હતું કે, ટેસ્ટ પોઝિટીવ આવતાં હું ગભરાઈ ગઈ હતી. જોકે, અન્ય 150 જેટલાં લોકોની સુરક્ષા માટે બાથરૂમમાં આઈસોલેટ થવાનું નક્કી કર્યું હતું.
આઈસલેન્ડ પહોંચ્યા બાદ મારીસાને 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડ્યું હતું. તેની સાથે મુસાફરી કરી રહેલા તેના પિતા અને ભાઈનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેઓ સ્વિત્ઝર્લેન્ડ જવા દેવામાં આવ્યા હતાં.
😆 (Khantu Joke) 😆
લાલજી પેરાશૂટ વેચતો હતો… એણે ગ્રાહકને કહ્યું કે, બસ એક બટન દબાવો, પેરાશૂટ ખોલો અને આરામથી જમીન પર આવો… ગ્રાહકે કહ્યું, ના ખુલે તો… લાલજી કહે તો પૈસા પાછા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg