જર્મનીના 28 વર્ષિય બ્લેક ડિપ્રેશનને માણસ જેવાં દેખાવું પસંદ નથી.

બ્લેક ડિપ્રેશને જીભ વચ્ચેથી કપાવી છે અને કાન પણ કપાવ્યો છે.

Mehulkumar Vyas. (9978918796)

Khantu Natu | માનવ જેવા નહીં (અમાનવિય) દેખાવા માટે જર્મનીના 28 વર્ષિય યુવકે છેલ્લાં આઠેક વર્ષમાં 12 હજાર સ્ટર્લિંગ પાઉન્ડ એટલે કે 12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ચહેરા પર પઝલ્સના ટેટૂ કરાવ્યા છે, અને જીભ તેમજ કાન કપાવ્યા છે.

જર્મનીના ઓર માઉન્ટન્સનો રહેવાસી અને બ્લેક ડિપ્રેશન તરીકે ઓળખતો યુવક એક કોયડો બની રહ્યો છે. તેના ચહેરા પર કોયડા (પઝલ)ના ટુકડાઓનું ટેટુ કરવામાં આવ્યું છે. તો તેણે કાનની ઉપરનો ભાગ કપાવી નાંખ્યો છે, નાંક વિંધાવ્યું છે અને આંખની કીકીના સફેદ ભાગને જેટ બ્લેક શેડથી રંગાવ્યા છે.

બ્લેક ડિપ્રેશન નામના શખ્સે એના દાંતો પર પણ ટાઈટેનિયમનું પડ લગાવડાવ્યું છે. એનું કહેવું છે કે, મને ઘણાં વર્ષોથી બોડી મોડિફિકેશન કરાવવાનું ગમે છે. મને લોકો કરે એવાં કામો કરવા ગમતાં નથી. મને મારી મરજીની મુજબ જીવવું ગમે છે. હું મારા શરીરને મારી મરજી પ્રમાણે બદલી શકું છું. જે કોઈ નથી કરતું એવું બધું મારે કરવું છે. હું વર્ષોથી વિશ્વભરના એવાં લોકોને મળું છું જે બોડી મોડીફિકેશન કરતાં હોય.

બ્લેક ડિપ્રેશને 20 વર્ષની ઉંમરમાં જીભના બે ટુકડા કરાવીને બોડી મોડીફિકેશનની શરૂઆત કરી હતી. ત્યારથી તે સતત અમાનવિય દેખાવા માટે ખર્ચો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 12 લાખ જેટલો ખર્ચો કર્યો છે.

(Khantu Joke)

સાહેબ, શું કહું આ આજકાલ એવી ઠંડી પડે છે એવી ઠંડી પડે છે કે, રાત્રે મચ્છર આવીને કાનમાં કહે છે. સાચ્ચે હું કરડીશ નહીં, થોડીવાર રજાઈમાં ઘુસવા દોને પ્લિઝ..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *