• લિવરપુરના નિવાસી એન્ટોનીના કોર્ટે વખાણ કર્યા – પત્ની રૂથ ફોર્ટને કરી જેલ હવાલે.
  • વર્ષ 2010માં એન્ટોની અને રૂથ ફોર્ટે લગ્નગ્રંથીથી જોડાયા હતાં.
  • બંને છેલ્લાં 12 વર્ષોથી સુખી દામ્પત્યજીવન જીવતાં હતાં. બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં.

Mehulkumar Vyas. (9978918796)

Khantu Natu | વર્ષ 2010માં લગ્નગ્રંથીથી જોડાયેલાં લિવરપુરના એન્ટોની અને રૂથ ફોર્ટ લાંબા સમયથી પ્રેમપુર્વક સાથે રહેતાં હતાં. બંને એકબીજાનું સન્માન કરતાં હતાં, ના ઝગડો કે ના કોઈ ખટરાગ વિના રહેતાં આ દંપત્તિના જીવનમાં એક રાત આકરી સાબિત થઈ હતી. ઉંઘમાં રૂથ ફોર્ટે એવો બબડાટ કર્યો કે, નિતીવાન એન્ટોની ચોંકી ઉઠ્યો હતો. અને એણે પોલીસ બોલાવી પત્નીની ધરપકડ કરાવી દીધી.

એન્ટોની અને રૂથ સારી રીતે જીવન વિતાવી રહ્યા હતાં. દરમિયાનમાં આર્થિક સમસ્યાઓ સર્જાતાં રૂથ ફોર્ટે ક્રિસ્ટલ હૉલ કેયર હોમમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. ત્યાં તે એક દિવ્યાંગ મહિલાની દેખભાળ રાખતી હતી.

છેલ્લાં કેટલાંક સમયથી રૂથ બિન્દાસ્ત ખર્ચા કરતી હોવાથી એન્ટોનીને કંઈક ખોટું થઈ રહ્યું હોવાની આશંકા થઈ હતી. કેટલાંક દિવસ પહેલાં બંને પરિવાર સાથે મેક્સિકો ફરવા ગયા હતાં, ત્યાં પણ રૂથ બેફામ ખર્ચા કરતી હતી. આ અંગે એન્ટોનીએ પુછપરછ કરતાં રૂથે વાત ઉડાડી દીધી હતી. ત્યારબાદ એક રાતે ઘરની ફર્શ પર પડેલાં રૂથના પર્સમાં એન્ટોનીએ નાણાં અને અજાણી વ્યક્તિનું એટીએમ કાર્ડ જોયું હતું. જોકે, ત્યારે પણ રૂથે કોઈ જવાબ આપ્યો નહોતો.

દરમિયાનમાં તાજેતરમાં રાત્રે રૂથ ઉંઘમાં જ બબડાટ કરવા લાગી હતી. જેને કારણે એન્ટોનીની ઉંઘ ઉડી ગઈ હતી. થોડીવાર સુધી રૂથનો બબડાટ સાંભળ્યા બાદ એન્ટોની ચોંકી ઉઠ્યો હતો. રૂથે ઉંઘમાં બબડાટ કર્યો હતો કે, તેણે દિવ્યાંગ મહિલાનું એટીએમ કાર્ડ ચોરી લીધું છે.

એક દિવ્યાંગ અસહાય મહિલાના નાણાં પર પત્નીએ ખરાબ નજર નાંખી આ વાતે એન્ટોનીને હચમચાવી નાંખ્યો હતો. જે પત્નીને આટલો પ્રેમ કરે છે એ ચોર નિકળી? આ વાતે તે વ્યથિત થઈ ઉઠ્યો હતો. તેણે તાત્કાલિક રૂથને જગાડી દીધી હતી. અને પુછપરછ કરતાં રૂથે સત્ય હકીકતનો સ્વિકાર કર્યો હતો. જેને પગલે એન્ટોનીએ પોલીસ બોલાવી, પત્નીએ કરેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પ્રિસ્ટન ક્રાઉન કોર્ટે ચોરીની કબૂલાત કરનાર રૂથ ફો4ટને 16 મહિના કેદની સજા સંભળાવી હતી. જ્યારે ન્યાયાધીશે એન્ટોનીનાં વખાણ કર્યા હતાં.

(Khantu Joke)

પત્ની – જુઓ જુઓ… છેલ્લાં 12 વર્ષથી હું આ પહેરું છું, આજેય મને બરોબર ફિટ આવે છે… અને તમે કહો છો હું જાડી થઈ ગઈ…

પતિ – થોડી શરમ કર… આ શાલ છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *