• અમેરિકાના નેશવિલ ખાતેના મૉલમાં બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ.
  • મેકઅપ આર્ટિસ્ટ બાર્ન્સે સોડા જાણતી હતી કે તેના કરતૂતનો વિડીયો બની રહ્યો છે.
  • બાર્ન્સની ધરપકડ કરવામાં આવે તેવી લોકોની માગણી.

Gajab News. મૉલમાં સામાન ખરીદવા આવેલી યુવતી ખાન – પાનના સામાનમાં થૂંકી રહી હોય તેમજ વસ્તુઓ થોડી ખાઈને પાછી મૂકી એઠીં કરી રહી હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. અમેરિકાના નેશવિલ ખાતેના મૉલની ઘટનામાં સામેલ યુવતીની ધરપકડ કરવા માટે લોકો માગ કરી રહ્યાં છે.

વાઈરલ થયેલાં વિડીયોમાં જોવા મળે છે કે, અમેરિકન મેકઅપ આર્ટિસ્ટ બાર્ન્સ તાજેતરમાં નેશવિલના એક મૉલમાં ગઈ હતી. ત્યાં તેણે વેફરનું પેકેટ ખોલીને કેટલીક વેફર ખાધા બાદ સીલ મારીને પાછું મુકી દીધું. સોડા અને કેંડી પણ એંઠી કરી દીધી. આ સમગ્ર ઘટનાનો વિડીયો બની રહ્યો છે એની પણ બાર્ન્સને સ્પષ્ટ જાણ હોય એવું જણાય છે.

એક તબક્કે બાર્ન્સની હરકતથી નારાજ વ્યક્તિ એને પુછે છે પણ ખરો કે, શું ચોરી કરી રહી છે? તો એના જવાબમાં બાર્ન્સ કહે છે કે, હું આ એઠાં કરેલાં સામાન ખરીદવાનો પ્લાન કરી રહી છું, તું તારું કામ કર.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૉલમાં સામાન ખરીદવા જતા પહેલાં જ બાર્ન્સે નાણાં ચુકવી દીધા હતાં. જોકે, વિડીયો વાઈરલ થતાં હોબાળો મચ્યો છે અને લોકો બાર્ન્સની ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે મૉલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે એઠાં કરેલા સામાનને ખરીદ્યો હતો, એની કિંમત પણ ચૂકવી દીધી હતી. છતાં સ્ટોર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)

મેહુલ          નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોશો… ખાંટુ નટુને…

નટુ             હાય… હલો… કેમ છો? સારું છે સારા છો…

મેહુલ          બધુ જાતે જ નક્કી કરી નાંખ્યું નટીયા?

નટુ             અરે આ તો જસ્ટ એક વાત છે… પણ, તમને ખબર છે રેસ્ટોરન્ટમાં જઈએ તો એક વસ્તુ ના મંગાય…

મેહુલ          કઈ વસ્તુ ના મંગાય…

નટુ             મહિલા વેઈટરનો મોબાઈલ નંબર… નહીંતર જમ્યા વગર પેટ ભરાઈ જાય…

મેહુલ          તે માંગ્યો લાગે છે… પણ, જવા દે સમાચારમાં શું છે.

નટુ             અમેરિકાના નેટવિલમાં આવેલા એક મૉલમાં મેકઅપ આર્ટિસ્ટ બાર્ન્સે ખાવા – પીવાની વસ્તુઓ એંઠી કરી… એનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે.

મેહુલ          એંઠી કરી… છીઈઈ… સીસીટીવીમાં પકડાઈ ગઈ હશે…

નટુ             અરે ના… એની સાથેના જ કોઈએ વિડીયો ઉતાર્યો છે. વેફર – સોડા – કૈંડી બધું એંઠુ કર્યું… કેટલાંકમાં થૂકી અને પાછું મુકી દીધું બોલો..

મેહુલ          એમાં હું શું બોલું…

નટુ             અરે એટલે બોલો કેવું કહેવાય… વિડીયો વાઈરલ થતાં જ લોકોએ બાર્ન્સની ધરપકડ કરવા માગ કરી છે. પણ, મૉલના સ્ટોરનું કહેવું છે કે, એણે બધી વસ્તુઓ ખરીદી લીધી હતી.

મેહુલ          બાર્ન્સબહેનની આ હકત પર તારા સૂત્રોનું શું કહેવું છે.

નટુ             મૉલમાં માત્ર ફરવા જતાં મારા સૂત્રોનું કહેવું છે કે, બાર્ન્સબહેનની બુદ્ધિ ડાન્સ કરવા ગઈ હશે… એટલે એમણે આવો અખતરો કર્યો…

મેહુલ          ઠીક છે…  નટીયા આભાર..

નટુ             થેન્ક્યુ વેરી વેરી વેરી…

મેહુલ          મચ… નટીયાને આજકાલ જાહેરાત મળતી નહીં હોય.. બિચારો.. ચાલો મળીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *