• સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન.
  • શનિદેવ હાથી પર અંબાડીમાં બિરાજીત થઈ નગર ચર્યા કરવા નિકળ્યા હોવાનાં મનોરથના દર્શન.

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ફનરંગ આજ રોજ શહેરભરના શનિ મંદિરોમાં શનિ જયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વાડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી શનિદેવ મંદિર ખાતે સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.

શ્રી શનિદેવ મંદિર, વાડીના પૂજારી શ્રી મેઘાવીભાઈ દવેના જણાવ્યા પ્રમાણે, વૈશાખ વદ અમાસ ને તા ૧૯૫૨૩ ને શુક્રવાર ના રોજ વાડી દાલીઆપોળ ના નાકે આવેલ ૨૬૦ વર્ષ પૌરાણિક શ્રી શનિદેવ મહારાજ નાં મંદિરે પ્રતિવષઁ મુજબ શનિદેવ મહારાજ નો જન્મોત્સવ (જન્મ જંયતિ) ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા મા આવશે.

આ વર્ષ સાંજે અન્નકૂટ દર્શન સાથે ભગવાન શનિદેવ ને વિશેષ શણગાર ના દશઁન રાખેલ છે. વતઁમાન સમય મા અધમઁ નું શાસન ખુબ વધી રહયું છે.નિતિ-નિયમો નું કોઈ પાલન કરતું નથી અરાજકતા ખુબજ વધી ગઈ છે.લોકો સંયમ-શિસ્ત ને ભૂલી ( નેવે મુકી) જીવન જીવતા થઈ ગયા છે.હાલ માં ધમઁ કરતા અધમઁ વધતો જતો હોય તેમ દેખાય છે. આના અનુસંધાન માં ભગવાન શનિદેવ હાથી પર અંબાડી માં બિરાજમાન થઈ પોતાના વ્હાલસોયા ભકતોની, નગરજનોની પુછા ( ખબર-અંતર) પુછવા નિકળીયાં છે.તેવા મનોરથ ના ભાવ દશાઁવતા દશઁન રાખેલ છે.

સાથે સાથે ભગવાન શનિદેવ સંદેશ આપે છેકે હાલ મા કલિ ( કલયુગ) નો પ્રભાવ ખુબજ છે. પરંતુ સંયમથી, નિતિ-નિયમથી, નિષ્ઠાથી, ભકિતસભર જીવન જીવશો તો તમે એમાંથી પાર ઉતરી જશો.. કોઈ માને કે ન માને ગ્રહોની અસર જીવન પર થતી હોય છે.પરંતું ભગવત નામ સ્મરણ, જપ,તપ,દેવ દશઁન, ભગવત્ દશઁન કરવાથી તે અસર ક્ષણિક (ઓછી) થતી હોય છે.

કમઁફલદાતા સૂયઁપુત્ર શનિદેવ મહારાજ કહે છે ” કોઈ મારો મિત્ર બને કે ન બને પણ હું સૌનો મિત્ર “છું. કારણે હું કમઁફલદાતા છું. હું કમઁ ને આધિન ફલ પ્રદાન કરું છું. રંક ને રાજા પલ ભર મા બનાવું છું,રાજા ને રંક પણ પલ ભર માં કરું છું… નિજ મંદિર માં ભગવાન શનિદેવ સાક્ષાત બિરાજમાન છે તેથી અહિંયા ચમત્કાર કે કોઈ જનતમંતર ને કોઈ અવકાશ નથી. ભગવાન શનિદેવ ના દશઁન માત્ર થી ભકતો ના શુભ-સંકલ્પો સહજ રીતે પાર પડે છે.

આ અવસરે વિવિધ મનોરથો રાખવામાં આવેલ છે.

૧~ સવારે – ૫~૩૦ કલાકે શહેનાઈ ના શૂર સાથે મંદિરે ખુલશે..

૨~ સવારે – આરતી ૫~૩૦ કલાકે..

૩~ સવારે ૬~૩૦ કલાકે સુંદરકાંડ ના પાઠ ( શ્રી ધવલકુમાર ના સ્વકંઠે )..

૪~ સવારે ૯~૪૫ કલાકે આરતી….

૫~ સવારે ૧૧~૧૫ કલાકે જન્મ અભિષેક પૂજન….

૬~ બપોરે ૧૨~૩૦ કલાકે જન્મ આરતી….

૭~ સાંજે ૬~૦૦ કલાકે આરતી તેમજ અન્નકૂટ દર્શન….

૮રાત્રે ૭૩૦ કલાકે ભજન સંધ્યા ( જીજ્ઞેશ શાહ તેમજ સિમ્ફોની ધ મ્યુઝિક) ના કલાકારો.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *