રાજાના પ્રશ્નનો ઉત્તર આપવામાં મંત્રી અને ધર્માધ્યક્ષ ગૂંચવાઈ ગયાં, ત્યારે રાજાને કોણે અને કેવો જવાબ આપ્યો એ જાણો, સમજો અને જીવનમાં ઉતારો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનફાડો । ભરી સભામાં રાજાએ પોતાના પ્રધાનમંત્રીને પુછ્યું કે, શું તમને ઈશ્વરમાં વિશ્વાસ છે? રાજાના પ્રશ્નથી અચંબીત થયેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે હા રાજન, મને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે.
રાજાએ કહ્યું કે, પ્રધાનજી, પૃથ્વી પર જન્મેલા પ્રત્યેક વ્યક્તિ પાસે કરવા લાગક નિશ્ચિત કાર્યો છે. રાજા રાજ કરે છે, સૈનિક લડે છે, વેપારી વેપાર કરે છે, શિક્ષણ અભ્યાસ પાઠ કરાવે છે, સાધુજન બીજાને ઉપદેશ આપે છે. વ્યક્તિ તરીકે પોતાના પ્રાથમિક કાર્યો ઉપરાંત પણ બીજા કાર્યો કરતાં હોય છે. ત્યારે મારો એવો પ્રશ્ન છે કે, આખરે ઈશ્વરનું પ્રાથમિક કાર્ય શું છે? શું આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો?
રાજાનો પ્રશ્ન સાંભળીને મંત્રી ચકરાવે ચડી ગયા. એમણે કોઈ શાસ્ત્રમાં આ વિશે વાંચ્યું નહોતું. કોઈ સાધુ – સંત કે શિક્ષક પાસેથી પણ ઈશ્વરના પ્રાથમિક કાર્ય બાબતે કંઈ માહિતી મળી નહોતી. થોડીવાર વિચાર્યા બાદ મંત્રીએ કહ્યું કે, મહારાજ, મેં પણ આપની માફક જ ઘણીવાર આવી બાબતો પર વિચાર કર્યો છે. પરંતુ, મારું પ્રાથમિક કર્તવ્ય છે આપને સત્તા અને સંસારને લગતી બાબતોમાં સલાહ આપવી અને આપનાં સહાયકની ભૂમિકા ભજવવી. આપનો પ્રશ્ન આધ્યાત્મિકતા સાથ સંકળાયેલો છે, તેથી મને લાગે છે કે એનો ઉત્તર ધર્મના જાણકાર એવાં આપણાં ધર્માધ્યક્ષ આપી શકશે. એ જ યોગ્ય વ્યક્તિ છે, અને એમનું આ પ્રાથમિક કાર્ય પણ છે.
રાજાએ સહમતીમાં માથું હકારમાં હલાવ્યા બાદ ધર્માધ્યક્ષની સામે જોયું. રાજા કંઈ પુછે એ પહેલાં જ ધર્માધ્યક્ષે કહ્યું કે, રાજા આવા જટીલ પ્રશ્નનો ઉત્તર તાત્કાલિક આપવો યોગ્ય નથી. એનાથી આપને સંતુષ્ટિ પણ પ્રાપ્ત નહીં થાય. મને એક અઠવાડિયાનો સમય આપો ત્યારબાદ હું યોગ્ય ઉત્તર આપીશ.
રાજાએ ધર્માધ્યક્ષની વાત કબૂલ રાખી… ધર્માધ્યક્ષે બહુ વાંચ્યું – વિચાર્યું પણ કોઈ ઉત્તર મળતો નહોતો. છેલ્લો દિવસ આવ્યો એટલે મૂંઝવાયેલા ધર્માધ્યક્ષ નગરની બહાર એક વૃક્ષની નીચે બેસીને વિચારવા લાગ્યા. રાજાના પ્રશ્ન કરતાં ધર્માધ્યક્ષના મગજમાં આવતીકાલે સવારે રાજા કેવો ગુસ્સો કરશે? કેવી સજા કરશે? સભામાં કેવું અપમાન થશે? એવાં જ વિચારો ચાલ્યા કરતાં હતાં.
દરમિયાનમાં ત્યાંથી ગાયો ચરાવતો ગોપાલક છોકરો પસાર થયો, તેની નજર મૂંઝાયેલા ધર્માધ્યક્ષ પર પડી એટલે એ એમની પાસે જઈને ચિંતાનું કારણ પુછ્યું. એક ગમાર – અભણ ગોપાલક છોકરાંના પ્રશ્નથી છંછેડાયેલા ધર્માધ્યક્ષે અકળાઈને કહ્યું કે, આધ્યાત્મિક બાબતની ચિંતા છે. બહુ ગંભીર ચિંતા છે તને નહીં સમજાય. તું તારું કામ કર… જા અહીં થી…
છોકરાએ શાંત ચિંત્તે બે – ત્રણ વાર કહ્યું, ગુસ્સો ન કરશો, મને આપની ચિંતાનું કારણ જણાવો કદાચ મારી પાસે એમાંથી નિકળવાનો માર્ગ હોય… ભગવાને બધાંને બુદ્ધિ આપી છે, મારી બુદ્ધિ કદાચ આપને કામે લાગી જાય. છોકરાંના આગ્રહને પગલે ધર્માધ્યક્ષે શાંત થઈને સમગ્ર ઘટના જણાવી.
ધર્માધ્યક્ષની વાત સાંભળીને છોકરો હસીને બોલ્યો… બસ, આટલી ચિંતા છે, જાવ કાલે સવારે રાજાને કહી દેજો કે, આ પ્રશ્નનો જવાબ ગોપાલક છોકરો આપશે. ધર્માધ્યક્ષે પ્રશ્નનો ઉત્તર જાણવાનો પ્રયાસ કર્યો પણ, છોકરાંએ માત્ર એટલું જ કહ્યું કે, તમે શાંતિથી ઘરે જઈ સૂઈ જાવ, મારા પર ભરોસો રાખો, હું મારી રીતે રાજાને જવાબ આપીશ તો જ એ સમજશે. હું આપને જણાવીશ, તોય એ જવાબ આપ મારી છટાથી નહીં જણાવી શકો.
બીજા દિવસે સવારે સભામાં ધર્માધ્યક્ષ હાજર થયાં, રાજાને પ્રશ્નનો ઉત્તર જાણવાની તાલાવેલી હતી. ત્યાં ધર્માધ્યક્ષે કહ્યું કે, રાજન, આપના પ્રશ્નનો જવાબ, સંતોષજનક રીતે આપવા માટે હું એક ગોપાલક છોકરાંને લાવ્યો છું. એ આપને ઉત્તર આપશે. રાજાએ પરવાનગી આપતાં જ છોકરો ભીડમાંથી આગળ આવી ગયો.
રાજા સહિત સભામાં ઉપસ્થિત લોકો એ છોકરાંને જોવા લાગ્યા, એ શું જવાબ આપશે? એના પર તમામના કાન સરવાં થયા હતાં. છોકરો સ્વસ્થ અને શાંત ચિત્તે રાજાને જોઈ રહ્યો હતો. રાજાએ કહ્યું, જે પ્રશ્નનો ઉત્તર વિદ્વાનો પાસે નથી, એ તારી પાસે છે? છોકરાંએ સસ્મિત કહ્યું, હા મહારાજ…
થોડીક ક્ષણોની શાંતિ બાદ છોકરાંએ કહ્યું કે, ઓ અમારા પ્રિય મહારાજ, જવાબ આપતાં પહેલાં હું એક વિનંતી કરી શકું છું? રાજાએ હાથથી અનુમતી આપતાં એ આગળ બોલ્યો કે, મહારાજ, જ્યાં સુધી પ્રશ્નની વાત છે તો આપ મારા શિષ્ય થયા છો, કારણકે આપ શિખવા માંગો છો. હું આપને જ્ઞાન આપી રહ્યું છું એટલે હું પ્રાથમિક રીતે આપનો ગુરુ ગણાવું. રાજાએ હકારમાં માથું હલાવતાં છોકરાંએ કહ્યું કે, મહારાજ સામાન્ય રીતે શિષ્ય કરતાં ગુરુ ઉંચા સ્થાન પર બેસતાં હોય છે.
છોકરાંની વાત પર સભામાં કોલાહલ મચી ગયો. પરંતુ, રાજા સિંહાસન પરથી ઉભા થતાં જ સન્નાટો છવાઈ ગયો. રાજા સિંહાસન પરથી ઉતરીને આગળ આવી ગયા અને છોકરાને સિંહાસન પર બેસવા દીધો. સિંહાસન પર બેસતાં જ છોકરો, નવી પદવીનો આનંદ લેવા લાગ્યો. ખુશ થવા લાગ્યો. ઘણીવાર સુધી છોકરો કંઈ બોલ્યો જ નહીં.
આખરે રાજાએ બૂમ પાડી, ઓ છોકરાં, મારા પ્રશ્નનો ઉત્તર તો આપ? મને જણાવ કે આખરે, ઈશ્વરનું પ્રાથમિક કાર્ય શું છે? છોકરાંએ અત્યંત શાંતિપૂર્વક જવાબ આપ્યો કે, મહારાજ, જવાબ એ જ છે કે, અભિમાનીને નીચો પાડવો અને વિનમ્રને ઉંચે લઈ જવો, એ જ ઈશ્વરનું પ્રાથમિક કાર્ય છે.
(તા. 9 થી 15 મે 2022ના દિવસોનું મહાત્મ જાણો એક વિડીયોમાં)
(આજનો Funrang જોક)
પતિ તૈયાર થઈને બહાર નીકળતો હતો ત્યાં પત્નીએ છીંક ખાધી..
પતિ નારાજ થઈને બોલ્યો: “થોડી મોડી ખાધી હોત તો? આપણને બેયને અપશુકન થયા”
પત્ની – “બેયને કેમ? ન સમજાયું.”
પતિ – “વેકેશનમાં તમારે પિયર જવાનું છે ને! તે ટિકિટ લેવા જતો હતો”
પત્ની હજુ વિચારે છે કે એમાં બેયને અપશુકનની વાત ક્યાં આવી?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz