➡ ગત રવિવારે બિરજુ મહારાજને એટેક આવ્યો હતો, રવિવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા.
➡ પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મિડીયા પર દુઃખદ સમાચારની માહિતી આપી.
Mehulkumar Vyas. [9978918796]
ફનકાર | દેશના જાણીતા કથક નૃત્યકાર પદ્મ વિભૂષણ બિરજુ મહારાજનું 83 વર્ષની વયે રવિવારે રાત્રે દુઃખદ નિધન થયું હતું. હાર્ટ એટેકને પગલે તેઓ આ દુનિયાનો મંચ છોડી ગયા હોવા અંગેની દુઃખદ માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મિડીયાના માધ્યમથી આપી હતી.
દેશના પ્રખ્યાત ઘરાના સાથે સંબંધ ધરાવતાં, જગન્નાથ મહારાજના પુત્ર બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938માં લખનૌ ખાતે થયો હતો. ઘરના મોભી એવા પિતાનું અવસાન થયા બાદ બિરજુ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. જ્યાં 13 વર્ષની ઉંમરે બિરજુ મહારાજે સંગીત ભારતીમાં નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેમણે કથ્થકની તાલીમ કાક લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ પાસેથી મેળવી હતી.
બોલીવુડની દેઢ ઇશ્કિયાં, બાજીરાવ મસ્તાની, ઉમરાવ જાન જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં તેમણે નૃત્ય કર્યું હતું. વર્ષ 1983માં ભારત સરકાર દ્વારા બિરજુ મહારાજને પદ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલીદાસ સન્માન પણ પ્રાપ્ત થું હતું. વર્ષ 2012માં આવેલી વિશ્વરૂપમ્ ફિલ્મમાં તેમણે કરેલી નૃત્ય કોરિયોગ્રાફીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો.
83 વર્ષિય બિરજુ મહારાજ છેલ્લાં ઘણાં સમયથી નાદુરસ્ત હતાં. તાજેતરમાં કિડનીની બિમારીનું નિદાન થતાં ડાયાલિસિસ પર હતાં. રવિવારે રાત્રે હ્રદય રોગનો હુમલો થતાં તેઓની તબિયત લથડી હતી અને તેઓનું દુઃખદ નિધન થયું હતું.
બિરજુ મહારાજની વિદાયને પગલે કલાજગતમાં ગમગીની છવાઈ ગઈ છે. કલાકારો દ્વારા બિરજુ મહારાજને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. અદાનાન સામીએ સોશિયલ મિડીયામાં જણાવ્યું છે કે, મહાન કથ્થક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી હું બહુ જ દુઃખી છું. આજે આપણે કલાક્ષેત્રે એક અનોખી સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કર્યાં છે.
જ્યારે ભોજપુરી લોક ગાયિકા માલિની અવસ્થીએ પોસ્ટમાં લખ્યું છે કે, આજે ભારતીય સંગીતની લય બંધ થઈ ગઈ છે. સૂર મૌન થયા, ભાવ ઘટીને શૂન્ય થઈ ગયાં. કથ્થકના સરતાજ પંડિત બિરજુ મહારાજ હવે નથી રહ્યા. લખનૌની દેવધી આજે નિર્જન બની ગઈ. કાલિકાબિંદાદિન જીની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજજી અનંતમાં વિલીન થઈ ગયાં.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz