- પ્રદર્શન સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ” કોમ્પિટિશન માટે તૈયાર કરેલી સરદાર પટેલ ની રંગોળી પણ આપ સૌને જોવા મળશે.
- તા. 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શન નિહાળી શકાશે.
- તા. 14 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે ડીપી ડાઈમેન્શન્સના સ્થાપક ઇન્ટિરિયર ડિઝાઈનર ડોલી પરીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાશે.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સ (Safa) દ્વારા તા. 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રંગોના જલતરંગ નામે વૉટર કલર પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ટ્રાન્સક્યૂબ પ્લાઝાની વેદિકા આર્ટ ગેલેરીમાં આયોજિત પ્રદર્શનનું આજે સાંજે 5 વાગ્યે ઇન્ટિરિયર ડિઝાઈનર ડોલી પરીના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ કોમ્પિટિશન માટે તૈયાર કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળી પણ પ્રદર્શનમાં જોવા મળશે.
શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સના સ્થાપક તેમજ વેદિકા આર્ટ ગેલેરીના ડિરેક્ટર અને શહેરના જાણીતા કલાકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકરે FunRangNewsને વૉટર કલર પેઇન્ટિંગ્સની વિશેષતા વિશે જણાવ્યું હતું કે, આ વૉટર કલર (જળરંગો) થી તૈયાર થતા પેઈન્ટિંગ્સમાં પારદર્શિતાનું ખૂબ મહત્વ હોય છે, તેમજ ચિત્રમાં જે ખુબીઓ છે તેમાં ખાસ કરીને રંગો કરતા પાણીનું પ્રમાણ વધારે વાપરવામાં આવે છે. ચિત્રો બહુ મોટા નથી હોતા પરંતુ જે છે એ ખૂબ જ આકર્ષિત લાગતા હોય છે. સફેદ કલર વપરાતો નથી સફેદ કલરના ભાગમાં કાગળનો ભાગ જ છોડી દેવામાં આવે છે આ માધ્યમ ટ્રાન્સપરન્ટ હોવાથી સફેદ રંગ જોઈએ એવો થતો નથી તેમજ વૉટર કલર માધ્યમ ગુજરાતમાં ખૂબ જ ઓછા કલાકારો કરે છે. અન્ય માધ્યમો જેવાકે પોસ્ટર કલર્સ અને એક્રેલિક કલર્સ પણ પાણીના માધ્યમથી જ તૈયાર થતા હોય છે.. પણ વૉટર કલર્સ કે જે ટ્યુબમાં અને કેકસના વોલ્યુમમાં મળતા હોય છે જેમાં ટ્રાન્સપરન્સી વધારે હોય છે.
દિન્ડોરકરે જણાવ્યું હતું કે, કોઈ દ્રશ્ય, પદાર્થ અથવા વિચારને ઝડપથી ચિત્રસ્વરૂપ આપવા માટે પશ્ચિમી કલાકારોએ આ માધ્યમ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં લઘુચિત્રો બનાવવા માટે વૉટર કલર્સનો ઉપયોગ શરૂ થયો જે પછી landscape portrait માં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો આ મધ્યમ ખડતલ પેપર ઉપર ઘણો સારો એવો બેસતો હોય છે. જે handmaid પેપર તરિકે જાણીતો છે.
રાજેન્દ્રભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, હું મારા વિદ્યાર્થીઓને પ્રથમ સારા કલાકારોના ચિત્રો બનેલા હોય તેને reference લઈને તેની પ્રેક્ટિસ કરવા જણાવતો હોય છું. જેથી તેની અંદર રહેલી ખાસિયતો ટેકનીકને જાણી શકે જેમ કે shades- texture style વગેરે જાણ્યા પછી એમને પોતાના creations બનાવડાઉ છું. જે તમને આ પ્રદર્શનમાં જોવાનું લાવ્હો મળશે.
(નિહાળો પ્રદર્શનમાં પ્રદર્શિત થનારી કેટલીક તસવીરો)
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?
પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz