Rashi fal. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાઈએ કેવું રહેશે, આપનું નવું વર્ષ? આ રાશિફળ જ્યોતિષ ગણનાને આધારે છે, વિસ્તૃત જાણકારી માટે તજજ્ઞ જ્યોતિષીની સલાહ લેવી આવશ્યક છે.
મેષ
મેષ રાશિના જાતકો માટે આગામી વર્ષ ખુબ શુભ રહી શકે છે. આ વર્ષે આપના ચતુર્થ ભાવમાં બૃહસ્પતિ અને શનિની સંયુક્ત દ્રષ્ટિ હોવાને કારણે સુખદ શાંતિ પ્રાપ્ત કરી શકો છો. આ વર્ષના અંત સુધીમાં ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. પરણીત વ્યક્તિઓ માટે શુભ રહેશે. તો સાથે લગ્ન વાંચ્છુક જાતકોને યોગ્ય જીવનસાથી મળે તેવી શક્યતા છે. સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી રાખવી જરૂરી છે. વેપાર – ધંધામાં સાચવીને ચાલશો. આપને આ વર્ષ વાહનસુખ પ્રાપ્ત થાય અથવા તો સંપત્તિ ખરીદી શકો છો.
વૃષભ
નવું વર્ષ આપના માટે અનુકૂળ રહેશે. ઘર – પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. જોકે, પરિવારથી દૂર યાત્રા પર જવાન યોગ છે. પ્રેમ જીવનમાં વાદ વિવાદ ટાળવો. જીવનસાથી સાથે મનમેળ સંતુલીત કરવો જરૂરી. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ખરાબ આદતો છોડશો તો સારું રહેશે. વ્યવસાયમાં ગત વર્ષ કરતાં સારું કામ મળી શકે છે. દગાબાજી થવાના યોગ છે. જોકે, જમીન, વાહન કે રત્ન આભૂષણ ખરીદીના યોગ છે.
મિથુન
આ વર્ષે આપનું પારિવારીક જીવન જોરદાર રહેશે. આપ મોટાભાગનો સમય પરિવારજનો સાથે વિતાવી શકશો. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે. નોકરી – ધંધામાં મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. નાણાંના રોકાણ પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી. એપ્રિલ મહિના પછી આપના માટે શુભ સમય પ્રાપ્ત થઇ શકે છે.
કર્ક
આ રાશિના જાતકોને પારિવારીક જીવનમાં થોડી તકલીફ આવી શકે છે. જોકે, સામાજીક માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મિશ્રિત પરીણામ પ્રાપ્ત થાય. દામ્પત્યજીવનમાં થોડી તકલીફ અનુભવી શકો છો. સ્વાસ્થ્યની કાળજી લેશો. ખાન પાન અને દિનચર્યામાં વ્યાયામ કરવું હિતાવહ છે. વેપાર – ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જરૂરી. ખોટા માર્ગે ચાલવામાં હેરાન થઈ શકો છો.
સિંહ
આ વર્ષ સિંહ રાશીના જાતકો માટે ઉતાર ચઢાવ વાળું રહેશે. નાના- મોટા વિવાદ વર્ષ ભર ચાલશે. સ્વાસ્થ્ય અંગે સજાગ રહેશો, નાની – મોટી હેરાનગતી થાય તો ડૉક્ટરનો પરામર્શ કરવો. જોકે, નોકરી ધંધામાં આ વર્ષ ઉત્તમ રહેશે. વિવિધ સ્ત્રોતથી નાણાં કમાઈ શકશો. વાહન સંપત્તિ અંગેના યોગ છે.
કન્યા
આ વર્ષમાં પરિવારજનો સાથે મિશ્રીત સંબંધો રહેશે. વર્ષનો પહેલો તબક્કો થોડો નબળો રહેશે જોગે ત્યારબાદ સારુ પરિણામ પ્રાપ્ત થશે. પતિ – પત્ની વચ્ચે મતભેદ રહી શકે છે. સ્વાસ્થ્ય અંગે આ વર્ષે ખાસ કાળજી રાખશો. વેપાર ધંધામાં સારો લાભ પ્રાપ્ત થાય. બચત કરવી જરૂરી છે. વર્ષના છેલ્લા 4 મહિના આપના માટે વિશેષ રીતે શુભ સાબિત થશે.
તુલા
આ રાશિના જાતકો માટે વર્ષ પરિવારલક્ષી રહેશે. પરિવારજનો સાથે સંબંધમાં સુધારો આવશે. પરિવારજનો સાથે આપને સારી અનુભુતી થશે. જીવનસાથી સાથે લડાઈ – ઝગડો થઈ શકે છે પરંતુ ગેરસમજ થવાના યોગ પણ સર્જાય છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. વેપાર ધંધામાં વિચારીને કામ કરવું જરૂરી.
વૃશ્ચિક
નવાં વર્ષે આપના વડીલો તરફથી આપની પાસે અધિક અપેક્ષા રહેશે. આ વર્ષે ભાવુકતા પર નિયંત્રણ રાખવું જરૂરી. સ્વતંત્ર વિચારોના અમલ માટે યોગ્ય સમય છે. વિવાહોત્સુક જાતકોને યોગ્ય જીવનસાથી મળે તેવી શક્યતા છે. દામ્પત્યજીવનને સુદ્રઢ કરવા સમય આપવો જરૂરી. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળશે. નોકરી ધંધામાં ઉત્તમ પરીણામ પ્રાપ્ત થશે.
ધન
ધન રાશિના જાતકોને જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જીવનમાં આગળ વધી શકશો. દામ્પત્યજીવનમાં સકારાત્મક પરીણામો જોવા મળશે. આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. નોકરી – ધંધામાં અધિક મહેનત કરવી વડશે. જોકે, રોકાણ, શેર સટ્ટા વગેરેથી દૂર રહેવું જરૂરી. આર્થિક દ્રષ્ટિએ વર્ષ મિશ્ર રહી શકે છે. ચોથા ભાવમાં ગુરુની સ્થિતિને કારણે સંપત્તિ મેળવી શકો છો.
મકર
મકર રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્રિત રહેશે. પ્રેમ જીવનને લગતી હેરાનગતિઓ ભોગવવી પડી શકે છે. જોકે, વર્ષ આગળ વધશે એમ હેરાનગતિમાં રાહત થશે. વિવાહોત્સુક જાતકોને જીવનસાથી મળી શકે છે. માનસિક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. કસરતને જીવનનો ભાગ બનાવશો. આ વર્ષે લોન પ્રાપ્ત કરી શકશો.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. નાની – મોટી સમસ્યાઓને કારણે મન તણાવગ્રસ્ત રહી શકે છે. ધીરજથી કામ લેવું અને ઇશ્વર સ્મરણ કરવું આ રાશિના જાતકો માટે હિતાવહ છે. પોતાના અહંકારમાં આવીને પોતાનું જ નુકશાન થાય તેવા યોગ છે. દામ્પત્યજીવનમાં ખટરાગ રહી શકે છે. આપના શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે. સફળતા પ્રાપ્ત કરવા અથાગ મહેનત કરવી પડશે.
મીન
મીન રાશીના જાતકોને પારિવારીક જીવનમાં સંઘર્ષ રહેશે. પિતા સાથે સંઘર્ષમાં વધારો થશે. ભૂતકાળમાં કરેલી ભુલો અંગ પિતા તરફથી ઠપકો પ્રાપ્ત થાય. જુઠ્ઠુ બોલીને કરેલા કામોનું પરીણામ પ્રાપ્ થાય. કોઈનું અહિત કરવાની વૃત્તિનું પરીણામ પ્રાપ્ત થાય. આર્થિક રીતે પાયમાલ થઈ શકો છો. શારીરિક માનસિક સ્વાસ્થ્ય નબળું થશે. ખોટી વૃત્તિથી કામ કરશો તો એનું પરીણામ આ વર્ષ પ્રાપ્ત થશે.
————————————————————————————————————————————————————————————————————————————————————————-
(Funrang Joke)
પકડું છોકરી જોવા ગયો.
છોકરીના પિતાએ પુછ્યું કે, દિકરા દારૂ પીએ છે?
પકડુંએ કહ્યું, પહેલાં છોકરી જોઇ લઉં, પછી બેસીએ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg