(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે બીજાની ભૂલો જોવામાં અને એની ચર્ચા કરવામાં વધારે સમય બગાડી શકો છો. પ્રિયજનો સાથે વાદ – વિવાદ થાય તેવી શક્યતા. ભાવનાત્મક ઉથલ પાથલ અનુભવી શકો છો. જીવનસાથી નારાજ થઈ શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે બેન્કને લગતી લેવડ દેવડમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી. કરીયર અંગે કરવામાં આવેલો પ્રવાસ લાભકારક રહેશે. ઉતાવળે કામ કરવા જતાં નુકસાન ભોગવવું પડી શકે. જીવનસાથી સાથે આનંદ રહેશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે પોતાની જાત પર વિશ્વાસ રાખવો. ઘર માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવી પડી શકે છે. દૂર રહેતાં સ્વજન તરફથી સારો સંદેશો સાંભળવા મળે. આજે આપે આત્મમંથન માટે સમય કાઢવો જરૂરી જણાય છે.
? કર્ક (ડ,હ) ?
આજે ખોટી ચિંતાઓ મન મગજ પર છવાયેલી રહી શકે છે. આજે કોઈ વ્યક્તિને ઉધાર નાણાં આપવા નહીં. આજે બોલવા પર ખાસ ધ્યાન રાખવું જરૂરી. જીવનસાથી આજે આપની વ્યસ્તતા પર સંદેહ વ્યક્ત કરે.
? સિંહ (મ,ટ) ?
આજે બીજાની ઈચ્છાઓનું ધ્યાન રાખવામાં પોતાના કાર્યો બગાડી શકો છો. ભાઈ – બહેન આર્થિક મદદ માંગે તેવી શક્યતા છે. બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થાય. વેપાર ધંધામાં લાભ થવાની શક્યતા.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપે ખૂબ આરામ કરવાની જરૂરત છે. આજે કોઈ પાડોશી નાણાં ઉધાર માંગી શકે છે. આજે નવા મિત્રો બની શકે છે. નવી યોજનાઓ આજે આપના મગજમાં ઘમાસાણ સર્જી શકે છે. જીવનસાથીને ખુશ રાખી શકશો.
? તુલા (ર,ત) ?
આજે કામની વ્યસ્તતામાંથી સમય કાઢીને આરામ કરવો જરૂરી. કોઈ દેણદાર એકાઉન્ટમાં નાણાં જમા કરાવી શકે છે. ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે. ભાઈ – બહેનો સાથે સમય વિતાવવાનું પસંદ કરશો.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપે શરાબ જેવા માદક તરલનું સેવન કરવું જોઈએ નહીં, નશાની હાલતમાં કોઈ કીંમતી ચીજ ખોવાય કે સંબંધ બગડી શકે છે. આજે આપ જીવનસાથી કે પરિવારજનો સાથે સમય વિતાવવાનું પસંદ કરી શકો છો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. રચનાત્મક પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહી શકો છો. આજે આ રાશિના નાનાં જાતકોને પડવા વાગવાના યોગ છે. જીવનસાથી પ્રેમભર્યું વર્તન કરશે.
? મકર (ખ,જ) ?
આજે રમત ગમતમાં સામેલ થવાનું થઈ શકે છે. આજે પરિવારમાં નાણાંકીય બાબતો અંગે ખટપટ થવાની શક્યતા છે. આજે આપ ભૂલોનું વિશ્લેષણ કરી શકો છો. આજે આપ માનસિક શાંતિનો અનુભવ કરી શકો છો.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપને કોઈ જૂના રોકાણને કારણે લાભ થાય તેવી શક્યતા છે. આજે કોઈપણ પ્રકારનો નિર્ણય કરતાં પહેલાં પૂરતો વિચાર કરવો જરૂરી. કામકાજના ક્ષેત્રે રાહત રહેશે. જીવનસાથીનું દૈવિય સ્વરૂપ જોવા મળી શકે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે વાહન ચલાવતી વખતે તેમજ હાલતા ચાલતાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. આજે વિવિધ સ્રોતથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે જીવનસાથી આપના કારણે પડતી મુશ્કેલીઓ અંગે ટોણાં મારી શકે છે.