➡ વિક્રમ સંવત 2078 પોષ વદ – ચૌદસ

 ➡ આજની ચંદ્ર રાશિ – મકર

 ➡ મેષ (અ,,ઈ)

આપની ઉંચી બૌદ્ધિક ક્ષમતા આજે સહાયક સાબિત થશે. સકારાત્મક વિચારો થકી સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરી શકશો. નાણાંકીય અવર જવર રહેશે, જોકે આખરે બચત કરી શકશો. પારકી પંચાતમાં પડવું નહીં. વૈવાહીક જીવન સારું રહેશે.

 ➡ વૃષભ (બ,,ઉ)

આજે પૂરતો આરામ ન મળવાથી થાક અનુભવી શકો છો. કોઈ અજ્ઞાત સ્રોતથી ધન પ્રાપ્ત થવાની શક્યતા છે. મિત્રો અને પરિવારજનો માટે ખર્ચ કરવો પડી શકે છે. આજે વૈવાહિક જીવનની નારાજગી દૂર કરી શકશો. મધ્યમ દિવસ રહી શકે.

 ➡ મિથુન (ક,,ધ)

આજે આપનો પ્રબળ આત્મવિશ્વાસ દરેક કાર્યો સરળતાથી પૂરા કરાવી શકે છે. નાણાં કમાવવાની ઘણી તકો પ્રાપ્ત થઈ શકે છે. આજે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું લાભદાયક સાબિત થાય. લોકોની સાથે વાતચીતમાં વાણી નિયંત્રીત રાખવી.

 ➡ કર્ક (ડ,હ)

આજે આપને પસંદ હોય તેવા કાર્યો કરી શકશો. રિયલ એસ્ટેટને લગતું રોકાણ ભવિષ્યમાં લાભકારક સાબિત થાય. કોઈ પ્રિયવ્યક્તિની યાદ આવી શકે છે. માન – પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગ. મહેનતના પ્રમાણમાં મધ્યમ ફળ પ્રાપ્ત થાય.

 ➡ સિંહ (મ,ટ)

આપને નાણાંની જરૂરીયાત છે પરંતુ નાણાંને સંબંધ કરતા વધુ મહત્વ આપવું નહીં. પ્રિયજન સાથે મતભેદ ટાળો. કોઈના પ્રભાવમાં આવીને જીવનસાથી તકરાર કરી શકે છે. પ્યાર અને સદ્ભાવથી મામલો સોલ્વ કરી શકશો.

 ➡ કન્યા (પ,,ણ)

મનોવૈજ્ઞાનિક ડર આપને વિચલિત કરી શકે છે. સકારાત્મક વિચારો કરીને રાહત મેળવી શકો છો. આજે સામાનની કાળજી લેવી. કિંમતી વસ્તુ ખોવાઈ કે ચોરાઈ જવાનો યોગ છે. સાંજના સમયે મિત્રો સાથે આનંદ પ્રાપ્ત કરી શકશો.

 ➡ તુલા (ર,ત)

આજે બાળક જેવો ભોળો સ્વભાવ રહેશે. પ્રેમજીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય. ઘરમાં આગંતુક મહેમાનો આવવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય. હરવા ફરવા જઈ શકો છો. જીવનસાથી સાથે સારો સમય વ્યતિત કરી શકશો.

 ➡ વૃશ્ચિક (ન,ય)

દિવસ લાભકારક રહેશે. કોઈ જૂની બિમારીમાંથી રાહત પ્રાપ્ત કરી શકો છો. વિવિધ સ્રોતથી લાભ પ્રાપ્ત થશે. જીવનસાથીની ઉપલબ્ધિઓની પ્રશંસા કરવી. ઉદાર બનીને ઇમાનદારી પૂર્વક કાર્ય કરવું જરૂરી. સાંજના સમયે હરવા ફરવા જઈ શકો છો.

 ➡ ધન (ભ,,,ધ)

નસીબના ભરોસે બેસી રહેવાને બદલે કામમાં ધ્યાન આપવું. સ્વાસ્થ્યને સુધારવા મહેનત કરવું. નવી આર્થિક યોજનાઓ સામે આવી શકે છે. ઓફિસમાં કાર્ય સારી રીતે કરી શકશો. આજે લોકોને મળવા કરતાં એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો.

 ➡ મકર (ખ,જ)

મિત્રો સાથે સાંજનો સમય સુખદ રહેશે. કોઈ નવા કાર્યમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. નાણાંની લેવડ દેવડમાં સાચવવું. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે ચકમક ઝરી શકે તેવી શક્યતા છે.

 ➡ કુંભ (ગ,,,સ)

આજે આહાર પર નિયંત્રણ રાખશો. સ્વાસ્થ્ય સારું રાખવા માટે કસરત કરવાની જરૂરીયાત છે. ચીજવસ્તુની ખરીદી ખૂબ વિચારીને કરવી. કોઈ મિત્ર આપની પાસે પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવા આવી શકે છે. દિવસ સારો રહેશે.

 ➡ મીન (દ,,,થ)

આજે જૂના રોકાણનો ફાયદો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પૂરતું ધ્યાન નહીં આપી શકે. માતા – પિતાની નારાજગીને કારણે મન ખિન્ન રહી શકે છે. આળસુ વૃત્તિ ત્યજી દેવી જરૂરી છે. જીવનસાથીનો સાથ પ્રાપ્ત થાય. મધ્યમ દિવસ.

(આજનો Funrang જોક)

પકડું – જીવનમાં કેટલાંક લોકો આદુ જેવા હોય છે.

ટાઈગર – એટલે સમજાયું નહીં… આદુ જેવા એટલે?

પકડું – એને ટીપીએ પછી જ કામમાં આવે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *