5 જાન્યુઆરી,કાર્ટૂન,ન્યૂઝ,ફનરંગ,મંજુલ,અશોક અદેપાલ,યોમ

  • જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે
  • ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે.

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં ઓમિક્રોન કર્ફ્યુ લાદતાં સત્તાધારીઓ પર વ્યંગ કરવામાં આવ્યો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, સમાચાર પત્રોમાં ઓમિક્રોન કર્ફ્યુ અંગેનો સમાચાર છપાયેલો છે, ત્યારે બંદૂકધારી સુરક્ષા સાથે ઉભેલો સત્તાધારી પ્રજાને કહી રહ્યો છે – વીક-એન્ડ માટે અમારો પ્લાન સંપૂર્ણ તૈયાર છે… તમારે બધાંએ ઘરમાં રહેવાનું છે અને હું સભાઓ સંબધતો રહીશ!

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના અન્ય એક કાર્ટૂનમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી પર ચોટદાર વ્યંગ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો લાગતો શખ્સ ચૂંટણી પ્રચાર માટે લોકશાહીના કૂવામાં કોમવાદનો કાદવ નાંખતો દર્શાવવામાં આવ્યો છે. પાણી ભરવા આવેલી મહિલાના વ્યથિત હોય એમ દર્શાવાયું છે.

સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં ઓમિક્રોનના વધતાં કેસને કારણે માનવોમાં તો ઠીક મચ્છરોમાં પણ ફફડાટ હોવાનો વ્યંગ કરાયો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, એક મચ્છર બીજાને કહી રહ્યું છે કે, જો ઓમિક્રોન આમને આમ વધશે તો, આપણી ભાવિ પેઢીથી માણસો ડરશે પણ નહીં. આ તો આપણાં અસ્તિત્વનો સવાલ છે.

ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં સત્તા ટકાવવા અને મેળવવા માટે કોરોના સ્થિતિ સામે આંખ પર પાટા બાંધી બૂમાબૂમ કરતાં રાજકારણીઓ પર વ્યંગ કરાયો છે. અને આંખે માસ્ક બાંધી લોકોને ભાષણ કરતો રાજકારણી કહી રહ્યો છે કે, કોરોનાથી બચાવ લોકોએ માસ્ક પહેરવું જોઈએ.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

 😀 (FunRang Joke) 😀 

ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,

પકડુઃ કઈ વાત?

ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?

પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.  

5 જાન્યુઆરી,કાર્ટૂન,ન્યૂઝ,ફનરંગ,મંજુલ,અશોક અદેપાલ,યોમ

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 05 January 2022

Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.

Edited & made by – Mehulkumar Vyas for funrang news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *