- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે ઉપરનો વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
કોરોનાની શરૂઆત ટાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની જાહેરાત કરવા સાથે થાળીઓ વગાડવાની અપીલ કરાઈ હતી. એના પર વ્યંગ કરવામાં આવ્યો છે. અને એક માસ્ક પહેર્યા વગરનો અંધભક્ત પાડોશી બીજાને કહી રહ્યો છે કે, મારી વાતનો વિશ્વાસ કરો, કોરોના સામેની લડાઈ આપણે જીતી લીધી છે! આ વખતે કોઈએ આપણને થાળીઓ વગાડવાનું કહ્યું નથી.
સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન
કોરોના 3.0ની શક્યતાઓ જણાતાં મોડે મોડે સરકારે નવા નિયમો લાગુ કરાવ્યા છે. જેને કારણે રાજકારણીઓની રેલીઓ તાયફાઓને કોઈ વાંધો નથી આવતો પણ કોમનમેન હેરાન થાય છે એવો વ્યંગ કરવામાં આવ્યો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, અગાઉથી દીકરાના લગ્ન લઈ લેનાર માતા – પિતા જ્યોતિષને કુંડળી બતાવવા સાથે પુછી રહ્યાં છે કે, ભૂદેવ, દીકરાની કંકોતરીમાં જાન પ્રસ્થાનના બદલે રેલી પ્રસ્થાન લખાવી દઈએ તો કોઈ વિઘ્ન તો નહીં આવે ને.
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન
કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતાં હોવાનો દેખાડો કરતાં અગ્રણીઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે અને દર્શાવવામાં આવ્યું છે કે, સાહેબભક્ત મોંઢું ઢાંકેલા નેતાનાં વખાણ કરતાં કહી રહ્યો છે કે, સાહેબ, તમે કોરોના નિયમોનું સખ્તાઈથી પાલન કરી દાખલો બેસાડી રહ્યાં છો હોં! એના જવાબમાં રાજકારણી કહે છે, અલ્યા ભાઈ, ટાઢ વાય છે!! આમ તો, રાજકારણી આવું મનમાં જ બોલ્યાં હશે. બાકી ચમચાંને તો ખુશ કરી દીધો હતો.
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
😀 (FunRang Joke) 😀
ટાઈગરે પુછ્યું શું કરે છે?
મોબાઈલમાં વ્યસ્ત પકડુંએ કહ્યું કે, ચેટિંગ.
ટાઈગરઃ ચેટિંગ એટલે શું?
પકડુઃ સામ સામે ના હોવા છતાં એકબીજાનું ભેજું ચાટવાની કળા એટલે ચેટિંગ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 11 January 2022
Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.
Edited & made by – Mehulkumar Vyas for funrang news