- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરતો અનન્ય અને અનોખો પ્રયાસ.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં હરીદ્વાર ખાતે યોગી આદિત્યનાથ દ્વારા ઉદઘાટન કરાયેલી સંસ્થા દ્વારા ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવા અંગે લેવાયેલા શપથને કારણે ભારતીય બંધારણની થયેલી અવહેલનાનો પડઘો પાડવામાં આવ્યો છે. ભારતીય બંધારણનું અપમાન કરનાર કોમેડીયન વીર સામે વિરોધ વ્યક્ત કરનારા લોકો દ્વારા જ હેટ સ્પીચ અપાય છે ત્યારે પોલીસ મૂક સાક્ષી બને છે તેવો કટાક્ષ કરાયો છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના અન્ય એક કાર્ટૂનમાં કોરોના કાળમાં સાન્તા ક્લોઝ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા હોવાથી અને બેરોજગાર થયા હોવાથી બાળકોને ગિફ્ટ આપવા નથી આવી શક્યા એમ દર્શાવી હાલની મોંઘવારી – બેરોજગારી પર કટાક્ષ કરાયો છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં ચૂંટણીનો માહોલ જામતાં જ રાજકારણીઓ દ્વારા પ્રજાજનોને ભેટસોગાદો આપીને મત મેળવવામાં આવનાર છે. એ વાત પર વ્યંગ કરવામાં આવ્યો છે. અને સાંતા ક્લોઝ ગિફ્ટ આપી રહ્યા છે એનો અસ્વિકાર કરાઈ રહ્યો છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં પેપર લીક કાંડ પર કટાક્ષ કરાયો છે. પેપર લીક કર્યા બાદ પણ ઠોઠ ભત્રીજો જવાબો લખવાની ચિંતા કરતો દર્શાવવામાં આવ્યો છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews
Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 25 December 2021
#Watch #Video #News #latestNews #gujaratnews
Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.
Edited & made by – Mehulkumar Vyas for fun rang
#youtubeislife #subscriber #youtubeguru #youtubecontent #newvideo #subscribers #youtubevideo #youtub #youtuber #youtubevideos #youtubechannel #youtube #youtuber #youtubers #subscribe #youtubevideos #sub #youtubevideo #like #instagram #follow #video #vlog #subscribetomychannel #gaming #music #explorepage #love #smallyoutuber #vlogger #youtubegaming #instagood #gamer #youtubecommunity #likes #explore #youtubelife #youtubecreator #cartoonish #cartoonedits #cartoonseries #cartoonistsofinstagram #cartoonist #oldcartoons #cartoonetwork #toons #cartoonnetwork #cartoon