- જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે
- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે એમાં મંદિરો બનાવવાના વાયદા કરાય છે એના પર વ્યંગ કરાયો છે અને એક ગવર્નમેન્ટ એન્ટપ્રાઈઝને વેચવા કાઢનાર નેતા સરકારી કર્મચારીને કહી રહ્યો છે કે, કાયમ યાદ રાખજે… સરકારનું કામ વેપાર ચલાવવાનું નથી… પણ પૂજા – પાઠ – પ્રાર્થના માટેના સ્થળો બનાવવાનું છે! ટૂંકમાં ઉદ્યોગોની જગ્યા પર મંદીર બાંધવાની વાત કરી રહ્યાં છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં રામ – કૃષ્ણના નામે મતદારોને રિઝવવામાં આવી રહ્યા હોવાના પ્રયાસો પર કટાક્ષ કરાયો છે. તાજેતરમાં સમાજવાદી પક્ષના અખિલેશે ભગવાન કૃષ્ણ સપનામાં આવ્યા હતાં એવી ટીપ્પણી કરી હતી. તેના આધારે જ દર્શાવવામાં આવ્યું છે કે, એક ઉમેદવારને સૂતો દર્શાવી એની પત્ની પાડોશી મહિલાને કહી રહી છે કે, એમને આ વખતે ચૂંટણી લડવી છે. એટલે ભગવાન સપનામાં આવીને એ જીતી જશે એવાં આર્શિવાદ લેવા માટે ઊંઘતા જ રહે છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં કાંચીડા કરતાં વધુ રંગ બદલતાં રાજકારણીઓ પર કટાક્ષ કરાયો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, એક નેતા ગરીબ મતદારને પોતાની ઓળખાણ આપતાં કહી રહ્યો છ કે, મને ના ઓળખ્યો? હું છું તમારા વિસ્તારનો નેતા! જેના જવાબમાં મતદાર હવે નેતાને કોરોના સાથે સરખાવતાં પુછે છે કે, કેટલામાં ‘વેરિએન્ટ’? સર?? એકંદરે, હવે આગામી દિવસોમાં રાજકારણીઓને કાંચીડાને બદલે કોરોના વેરીએન્ટ સાથે સરખાવવામાં આવે તો નવાઈ નહીં.
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
(FunRang Joke)
પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.
ટાઈગરઃ એમ… એ કેવી રીતે?
પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…
ટાઈગરઃ એ ખરું હોં…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 06 January 2022
Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.
Edited & made by – Mehulkumar Vyas for funrang news