• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

કર્ણાટકના હિજાબ વિવાદ પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, કર્ણાટક કોલેજના ગેટ પર ભગવા ખેસધારી શખ્સ પત્રકારને ઇન્ટર્વ્યુ આપતાં કહી રહ્યો છે કે, અમારું કામ તો સમાજને આર્કિટેક્ટ, ડૉક્ટરો, એન્જિનિયરો આપવાનું છે… પણ, રાજકીય પક્ષોને વફાદાર મતદારો પણ જોઈએ છે! બીજી તરફ કોલેજની અંદર અભ્યાસને બદલે સૂત્રોચ્ચાર કરતાં વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવ્યા છે.

સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવા બાબત પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં બતાવવામાં આવ્યું છે કે, યુપી સેન્ટ્રલ જેલના જેલરને કર્મચારી કહી રહ્યો છે કે, સાહેબ, આપણી જેલના બધાં જ વીઆઈપી બેરેક ખાલી છે, કોઈ ટિકિટ માટે તો કોઈ ચૂંટણી પ્રચાર માટે જામીન પર છે. તો હું પણ થોડા દિવસ રજા પર જઈ આવું? ન્યૂઝ કાર્ટૂનમાં ગાંધીજીની તસવીર વિશેષ ધ્યાન ખેંચે છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મતદારોની પસંદગીના માપદંડ પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, ઉત્તર પ્રદેશમાં આજે પહેલા ચરણનું મતદાન અંગેના સમાચાર સાથે ઇવીએમ મશીન પર માત્ર ત્રણ જ ઓપ્શન અપાયા છે. ‘ખેડુતોના સમર્થનમાં’ ‘સરકારના સમર્થનમાં’ અને ‘નોટા’ એકંદરે, કૃષિ કાયદાને પગલે સરકારને ભારે નુકસાન પહોંચી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.

અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.

પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…

ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *