• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

દિલ્હી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપવાની મોદી સરકારની મહેચ્છા પર વ્યંગ કરવામાં આવ્યો છે. અને ગાંધી – નહેરુંના વિરોધીઓને મોકળું મેદાન આપવામાં આવી રહ્યું હોવાની સ્પષ્ટ વાત કરવામાં આવી છે. કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, એક પ્રતિમા પાસે બે ભગવાધારીઓ વાત કરી રહ્યાં છે જેમાં એક નેતા કહી રહ્યો છે કે, આ મહાશય કોણ છે અને ક્યારે સ્વર્ગસ્થ થઈ ગયા એની કંઈ જ ખબર નથી… આ તો તેઓ ગાંધીજી અને નહેરુની વિરુદ્ધમાં હતાં એવી ખબર પડી એટલે તેમનું પુતળૂં મુકી દીધું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

યુ.પી. ઇલેક્શનમાં કૉંગ્રેસનો સીએમ ચહેરો પોતાને જાહેર કરનારી પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, ભાજપાનો અગ્રણી સીએમ તરીકે યોગી આદિત્યનાથની તસવીર લઈને ઉભો છે. સપાના અખિલેશ યાદવે પોતાના તસવીરનો ઝંડો પકડ્યો છે. જ્યારે પ્રિયંકાએ ફોટાની જગ્યાએ પોતાનો જ ચહેરો મુકી દીધો છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’

કેનેડાથી ગેરકાયદે અમેરિકા ઘુસણખોરી કરવા જતાં બે માસૂમ બાળકો સહિત 4 ગુજરાતીઓને બરફમાં થીજી જવાથી મોત નિપજ્યા હોવાની કરૂણ ઘટના પર નીતિન પટેલે આપેલી પ્રતિક્રિયા પર વ્યંગ કરવામાં આવ્યો છે. કાર્ટૂનમાં જોવા મળે છે કે, નીતિન પટેલ ન્યૂઝ પેપર લઇને ઉભા છે, ન્યૂઝપેપરમાં હેડિંગ છે કે, આપણાં છોકરાઓને ‘તક’ નથી મળતી, એટલે અમેરિકામાં ગેરકાયદે ઘુસે છેઃ નીતિન પટેલ… આ સાથે નીતિન પટેલ મનમાં વિચારી રહ્યાં છે. અમુક લોકો ‘જોઈતી તક’ ના મળવાથી ‘સાહસ’ પણ નથી કરી શકતા. એકંદરે, પક્ષ દ્વારા કિનારે કરી દેવાયા બાદની નીતિન પટેલની મનની વાત દર્શાવાઈ છે.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…

ટાઈગર – અરે હા.. બોલને…

પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?

ટાઈગર – Satisfaction have mango

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *