• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

મંજુલના બેધડક કાર્ટૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું એ વાતે કટાક્ષ કરવામાં આવ્યો છે. અને બતાવાયું છે કે, એક રાજકારણી બીજાને કહી રહ્યો છે કે, આ પ્રતિમા જોઈ! આપણા દેશનો વિકાસ પણ આવે જ લાગે છે. આ વિકાસ છે કે વિકાસનો હોલોગ્રામ એ જ ખબર નથી પડતી.

સંદેશ –  યોમનું ન્યૂઝ કાર્ટૂન

યોમના બહુ કરી ભાઈ.. કાર્ટૂનમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં પરીવારવાદનું બહુ જોર હોય છે એ અંગે વ્યંગ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાર્ટી હેડક્વાર્ટરમાં એક રાજકારણી હોંશિયારી મારી રહ્યો છે કે, ભલે ગમે તે પક્ષની સરકાર બને. મને તો કોઈ ચિંતા જ નથી. દરેક પક્ષમાં મારા પરિવારના જ સભ્યો છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’

અદેપાલના આ તો એક વાત છે કાર્ટૂનમાં પંજાબના રાજકારણમાં ગોથા ખાઈ રહેલાં સિદ્ધુ પર વ્યંગ કરાયો છે. અને દર્શાવાયું છે કે, એક શખ્સ રિક્વેસ્ટ કરે છે, સિદ્ધુ પ્રા જી, એક જોક સંભળાવશો? જેના જવાબમાં સિદ્ધિ કહે છે, પહેલા વચન આપો કે, પંજાબનો નેક્સ્ટ સી.એમ. હું જ બનીશ… ઠોકો તાલી.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.

ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપી દો…

ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…

ભિખારી – સારું, મારો નંબર લઈ લો… ખાવાનું બને તો ફોન કરી દેજો…

ટાઈગર – તું મારો નંબર લઈ જા.. તને ક્યાંક ખાવાનું મળે તો મને ફોન કરજે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *